HomeGujaratCentral Gujaratઅ'વાદઃ કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સ ન ભરતા ચાર દિવસમાં કુલ 892 મિલકત સીલ

અ’વાદઃ કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સ ન ભરતા ચાર દિવસમાં કુલ 892 મિલકત સીલ

મહાનગર અમદાવાદમાં એક લાખ રૂપિયાથી વધારેની રકમનો બાકી પ્રોપર્ટી ટેક્સ ન કરતા કોર્પોરેશને હવે મિલકત સીલ મારવાનું શરૂ કર્યું છે. છેલ્લા ચાર દિવસમાં કોર્પોરેશને કુલ 892 મિકલત સીલ કરી દીધી છે. તા. 1 ફેબ્રુઆરીથી મિકલત સીલ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. સૌથી વધારે મિલકત પૂર્વ વિસ્તારમાં આવતા મધ્ય, પૂર્વ અને ઉત્તર ઝોનમાં સીલ કરી દેવામાં આવી છે.

તા.4 જાન્યુઆરીના રોજ 288 જેટલી મિલકત સીલ કરવા અને 508 લોકોને નોટિસ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સૌથી વધારે પ્રોપર્ટી પશ્ચિમ ઝોનમાં સીલ થઈ છે. કુલ 56 પ્રોપર્ટી સીલ મારી દેવામાં આવી છે. કોર્પોરેશનની એક દિવસમાં પ્રોપર્ટી ટેક્સ થકી રૂ3.73 કરોડની આવક થઈ છે. અમદાવાદ કોર્પોરેશન તરફથી તા.1 જાન્યુઆરીથી તા.31 માર્ચ 2022 સુધઈ એમ ત્રણ મહિના માટે વ્યાજ માફી સ્કિમ શરૂ કરવામાં આવી હતી. જેમાં લોકોને માફી આપીને રાહત આપવામાં આવે છે. તેમ છતાં કેટલાક ટેક્સ ધારક વેરો ન ભરતા કોર્પોરેશને હવે મિલકત સીલ મારવાનું શરૂ કર્યું છે. તા.1 ફેબ્રુઆરીથી સિલિંગ ઝુંબેશમાં સૌથી વધારે 288 જેટલી મિલકતને સીલ મારી દેવામાં આવી છે. ચાર દિવસમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં સૌથી વધારે પૂર્વ ઝોનમાં 200, મધ્ય ઝોનમાં 194, ઉત્તર ઝોનમાં 171, પશ્ચિમ ઝોનમાં 103, દક્ષિણ ઝોનમાં 102, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 82, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 40 એમ કુલ 892 મિલકત સીલ કરી દેવામાં આવી છે.

સીલ મરાયેલા એકમમાં રાજમંદિર કોમ્પ્લેક્સ નરોડા, શિવશક્તિ એસ્ટેટ સહિત જુદી જુદી પ્રોપર્ટીનો સમાવેશ થાય છે. જ્યારે દક્ષિણ ઝોનમાંથી કેલિકો મિલ, ખોખરા, વસ્ત્રાલ, જવાહર ચોક, જગાભાઈ પાર્ક, ઈસનપુર, ઘોડાસર, લાંભા સુધીના જુદા જુદા વિસ્તારમાંથી એકમ સીલ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રીવિલોન કોમ્પ્લેક્ષ, કેપિટલ એવન્યુ સોલા, હરસિદ્ધિ એસ્ટેટ ગોતા, મૌર્ય કોમ્પ્લેક્સ બોડકદેવ, સાર્થિક સ્ક્વેર, ક્રિષ્ના કોમ્પ્લેક્ષ જેવા જાણીતા કોમ્પ્લેક્ષ પણ સીલ કરી દેવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW