ભારતના વિકાસની ભારત સરકારના નાણાં મંત્રી દ્વારા તાજેતરમાં બજેટ વર્ષ 2022-23નું બજેટ જાહેર કર્યું હતું જોકે આ બજેટમાં ખેતી કે ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ માટે કોઈ મોટી જાહેરાત કરાઈ નથી. એક વર્ષ સુધી ચાલેલા ખેડૂત આંદોલન બાદ કૃષિ કાયદાઓ પરત ખેંચવામાં આવ્યા જોકે ખેડૂતોની લઘુતમ ટેકાના ભાવ(એમ.એસપી)ની ગેરંટની માંગણી વિશે કોઈ જાહેરાત કરાઈ નથી. કોમોડીટી માર્કેટ વિશે પણ બજેટમાં કોઈ જાહેરાત થઈ નથી. સરકારની ગત વર્ષોની બહુચર્ચીત છે યોજના તેમજ કાલના કાર્યરત માર્કેટ માર્ગોના વિકાસ માટે પણ કોઈ વિશેષ જાહેરાત કરાઈ નથી.
ખાસ કરીને સરકારના વર્ષ2022 સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવાના વાયદા વિશે કોઈ ચર્ચા કરવામાં આવી નથી, સરકારનો આ દાવો પોકળ સાબીત થયો છે. ખેડૂતોની આવક ડબલ થવાના બદલે રાસાયણીક ખાતરોના બેગમ ભાર વધારા અને ખાતરોની અછતના કારણે ખેડૂતની આવકમાં ઘટાડો થયો છે. ખાતરોનો ભાર નિયંત્રીત કરવા અંગે કોઈ નકકર જાહેરાત કરવામાં આવી નથી.
ભારત સરકારનું બજેટ વર્ષ 2022-23 ખેડૂતો અને માન્ય અર્થતંત્ર માટે નિરાશાજનક સાબીત થયેલ છે. તેવું એક યાદીમા વાંકાનેર માર્કેટ યાર્ડ ચેરમેન શકીલ પીરઝાદા અને વાઈસ ચેરમેન અશ્વીન મેઘાણીએ જણાવ્યું હતું


