HomeGujaratમોરબી પાલિકાના બદલી પામેલ ચીફ ઓફિસરનો વિદાય સમાંરભ યોજાયો

મોરબી પાલિકાના બદલી પામેલ ચીફ ઓફિસરનો વિદાય સમાંરભ યોજાયો

મોરબી નગરપાલિકામાં ફરજ બજાવતા ચીફ ઓફિસર ગીરીશ સરૈયાની તાજેતરમાં અમરેલી જિલ્લાના રાજુલા નગરપાલિકામાં બદલી થઈ છે તો તેમની બદલીમાં હળવદના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાની બદલી થઇ છે ત્યારે આજે મોરબીના ટાઉનહોલ ખાતે વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. સાથે સાથે નવ નિયુક્ત ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાનો આવકાર સમારોહ યોજવામાં આવ્યો હતો આ તકે નગરપાલિકાના કર્મચારી તેમજ પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા,કારોબારી સમિતિ ચેરમેન તેમજ નગરપાલિકાના અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ હાજર રહ્યા હતા અને ચીફ ઓફિસર તરીકે ગીરીશ સરૈયા દ્વારા કરવામાં આવેલ કામગીરી અને યાદગીરી વ્યક્ત કરી હતી સાથે સાથે તેઓ આગામી દિવસોમાં વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW