સરકારી નોકરીઓ માટે લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એક જ સરખા પેપરલીક કાંડ, ભરતી કૌભાંડમાં સ્વઘોષિત કેટલાક લોકો કાચિંડાની જેમ રંગ બદલી રહ્યા છે. પાડોશી રાજ્ય રાજસ્થાનમાં REETના પેપરલીક કાંડમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતની કોંગ્રેસ સરકાર સામે ભાજપ વિરોધ કરી રહ્યો છે. ત્યાં ભરતી બોર્ડના અધ્યક્ષને ત્યાં દરોડો પાડી અને હાકલપટ્ટી કરવામાં આવી. આ કાંડમાં સામિલ કુલ 16 અધિકારીઓને ઘરભેગા કરી દેવામાં આવ્યા છે. આમ છતાં રાજસ્થાન ભાજપ અધ્યક્ષ સતિષ પુનિયા CBI તપાસની માંગ કરે છે.
ગુજરાતમાં ગૌણસેવા પસંદગી મંડળમાં ચેરમેન ભાજપ ‘આશ્રિત’વોરામાં ખોળામાં બેસાડી દીધા છે. સતત એની કેર કરવામાં આવી રહી છે. આવો રોષ યુવાનો ઠાલવી રહ્યા છે. યુવા અધિકાર ન્યાય ચળવળના યુવરાજસિંહ જાડેજાએ બુધવારે એક પત્રકાર પરિષદ યોજીને મોટો ઘટસ્ફોટ કર્યો છે. તા.17 નવેમ્બર 2019ના રોજ બિનસચિવાલય ક્લાર્કની કસોટીમાં પેપર લીક કેસમાં પેપર ફોડનારા, એમાં સામિલ આરોપી સામે સરકારે શું કાર્યવાહી કરી? કેવા પગલાં લેવાયા? તેની માહિતી જાહેર કરવા માંગ કરવા છતાં હજું સુધી કોઈ આરોપીને સજા થઈ નથી એવો ઘટસ્ફોટ કર્યો છે. વર્ષ 2018 ડીસેમ્બરમાં LRD ભરતીનું પેપર લીક કરવાના કેસમાં આરોપી મહેન્દ્ર પટેલની પત્ની બાયડ નગરપાલિકામાં ભાજપમાંથી કોર્પોરેટર છે. આવો આક્ષેપ તેમણે કર્યો છે. યુવરાજસિંહે ભાજપ તથા એમની સત્તા પર રહેલી સરકારના બેવડા વલણ ઉઘાડા પાડ્યા છે. એક બાજું પેપર ફૂટે છે, યુવાનોની મહેનત પર પાણી ફરી જાય છે તેમ છતાં સરકારે સજા રૂપી કોઈ પગલાં લીધા નથી. એવું એમનું કહેવું છે.
LRD ભરતીકાંડમાં પણ આરોપી, એજન્ટ, પરીક્ષાર્થીઓ સામે કોઈ સજા થઈ છે ખરી? આવો પ્રશ્ન તેમણે કર્યો છે. ગૌણ સેવા પસંદગી મંડળ બે વર્ષ બાદ 13 ફેબ્રુઆરીથી ફરીથી બિનસચિવાલય ક્લાર્કની એ જ ચેરમેન આસિત વોરાની આગેવાનીમાં કસોટી યોજી રહ્યું છે. એના તાબા હેઠળ તથા આયોજનમાં એક કે બે નહીં ઘણા પ્રશ્નપત્રો લીક થઈ ગયા છે. કૌભાંડ થયેલા છે. તેમ છતાં અગાઉના એજન્ટ, સેન્ટર, ઉમેદવાર, નિરિક્ષક સહિટનો સ્ટાફ એ જ સ્તરે યથાવત છે. લાખોની સંખ્યામાં યુવા બેરોજગારો, એમના પરિવારમાં પહેલાની જેમ મળતીયાઓને નોકરીની લ્હાણી થાય એવી દહેશત છે. જોકે, હકીકત એવી પણ છે કે, વોરાને યથાવત રખાતા સરકાર સામે આક્રોશ ઊભો થયો છે. એવું તેમણે અંતમાં જણાવ્યું હતું..

