HomeGujaratગિફ્ટ સિટીના ફાયદાની વાત નાણામંત્રીએ બજેટમાં કરી, અ'વાદ-ગાંધીનગર થશે લાભ

ગિફ્ટ સિટીના ફાયદાની વાત નાણામંત્રીએ બજેટમાં કરી, અ’વાદ-ગાંધીનગર થશે લાભ

દેશના નાણામંત્રી નિર્મલા સીતારામણે બજેટ રજૂ કરી દીધું છે. જેમાં કેન્દ્રીય બજેટ 2022માં ગુજરાત માટે ફાયદાની વાત નાણામંત્રીએ કહી છે. કેન્દ્રીય બજેટમાં ગાંધીનગરના ગિફ્ટસિટીમાં ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર શરૂ કરવા માટેની દરખાસ્ત કરી છે. જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરના નાણાકીય વિવાદ ઉકેલવા પ્રયત્નો રૂપે આ સેન્ટરમાં એક મોટું કામ શરૂ થવાનું છે. ગિફ્ટી સિટી પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ છે.

ડીસેમ્બર મહિનામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લઈ સમગ્ર પ્રોજેક્ટ તથા કામકાજની સમીક્ષા કરી હતી. જેમાં મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી ગિફ્ટ સિટીમાં આવનારા પ્રોજેક્ટ અને વિકાસના કામ અંગે ચર્ચા કરી હતી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે કરેલી બેઠક મામલે માહિતી પણ મેળવી હતી. જોકે, આ પ્રોજેક્ટ શરૂ થતા અમદાવાદ અને ગાંધીનગર એમ બંને સિટીને મોટો લાભ થશે. ગિફ્ટી સિટી અંગે નાણામંત્રીએ કરેલી જાહેરાતના પગલે ફિનટેક ક્ષેત્રે જાણીતી ઈન્સ્ટિટ્યુટ કે યુનિવર્સિટી આવશે તો અભ્યાસક્રમ ક્ષેત્રે પણ મોટો ફાયદો થશે. આ ઉપરાંત દેશમાં ઊભરતી ટેક્નોલોજી અને ફાયનાન્સના સમન્વયથી યુવાનોને એજ્યુકેશનમાં પણ ફાયદો થશે. આ સાથે આર્બિટેશન સેન્ટરના પગલે કોઈ કામગીરી અટકી પડવાને પગલે કે વિવાદ જેવી બાબત સામે આવશે તો આ ઓથોરિટી પણ ઉકેલ લાવી શકશે. ઈન્ટરનેશનલ આર્બિટેશન સેન્ટર શરૂ થવાના પગલે ફોરેન કંપનીઓને ગિફ્ટમાં એમના યુનિટ શરૂ કરવા માટે પણ મોટું પ્રોત્સાહન મળી રહેશે.

ગિફટ સિટી આંતરરાષ્ટ્રીય નાણાકીય હબનું ગેટ વે ઓફ ઈન્ડિયા બને એવી નેમ છે. ભવિષ્યમાં અનેક કોર્પોરેટ કંપનીઓ તથા કોર્પોરેટ હાઉસ ગિફ્ટને પોતાનું હેડક્વાર્ટર બને એ પ્રકારનું આયોજન કરાયેલું છે. અત્યારે 2000થી વધારે કંપનીએ અહીં કાર્યરત છે. 12000 જેટલા લોકોને રોજગારી પૂરી પાડવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી દિશા ખુલવાની છે એવામાં આ એક પાયાનો પ્રયાસ છે. બજેટમાં થયેલું એલાન સ્થાનિક લાભની દ્રષ્ટિએ જોવામાં આવે છે. વર્લ્ડ ક્લાસ ફોરેન યુનિ. ગાંધીનગર પાસે આવેલી ગિફ્ટ સિટીમાંથી ફિનટેક તથા મેનેજમેન્ટ કોર્ષ ઓફર કરી શકશે. ગિફ્ટ સિટી એક ફાયનાન્સ ટેક સિટી તરીકે પણ ઓળખ ધરાવે છે. બીજા ટેકનિકલ અભ્યાસના કેન્દ્ર પણ ગિફ્ટ સિટીમાં તૈયાર થશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW