HomeGujaratCentral Gujaratમહિલા કંડક્ટરના પર્સનલ મોબાઈલ નંબર અપાઈ છે પેસેન્જર કરે અશ્લીલ વાતો

મહિલા કંડક્ટરના પર્સનલ મોબાઈલ નંબર અપાઈ છે પેસેન્જર કરે અશ્લીલ વાતો

ST નિગમની બસમાં એડવાન્સ બુકિંગ કે રિઝર્વેશન કરાવનારા પેસેન્જરોને બસ ઉપડવાના સમય પહેલા બસની માહિતી સાથે કંડક્ટરનો મોબાઈલ નંબર પણ મોકલી દેવામાં આવે છે. જેના કારણે મહિલા બસ કંડક્ટરને કેટલાક પેસેન્જરોથી મુશ્કેલી ઊભી થાય છે. કારણ કે, અમુક પેસેન્જર મહિલા કંડક્ટર સાથે ખોટો વ્યવહાર કરે છે અને અશ્લીલ વાતો કરવા લાગે છે. આ ઉપરાંત આ મોબાઈલ નંબર પર વોટ્સએપ ચાલું હોવાથી ગુડ મોર્નિગ અને ગુડ નાઈટના મેસેજ પણ મોકલે છે.

એટલું જ નહીં કેટલાક પેસેન્જર રાતે પણ મહિલા કંડક્ટર સાથે વાત કરવા માટે પ્રયાસ કરે છે, એને ફોન કરે છે. આવી સ્થિતિ થાય ત્યારે મહિલા કંડક્ટરને સૌથી વધારે હાલાકી ભોગવવી પડે છે. એસટી નિગમમાં આશરે 13500 કંડક્ટર ફરજ બજાવી રહ્યા છે. જેમાંથી 2500 મહિલા કંડક્ટર છે. જ્યારે પણ એડવાન્સ બુકિંગ કરવામાં આવે છે ત્યારે પેસેન્જરોને બસની વિગતની સાથે મહિલાના મોબાઈલ નંબર પણ આપી દેવામાં આવે છે. અમુક પેસેન્જર આ મોબાઈલ નંબર સેવ કરીને રાખે છે. પછી એના પર મેસેજ મોકલે છે. આ મેસેજ ક્યારે મહિલના પરિવારના સભ્યો જોઈ લો મુશ્કેલી ઊભી થાય છે. કેટલાક પેસેન્જર તો ફોન પર ગાળો દેતા હોવાની પણ ફરિયાદ સામે આવી છે. આ અંગે એસ.ટી. નિગમ સચીવ કે.ડી.દેસાઈએ કહ્યું કે, આવા પેસેન્જર્સ સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે. જોકે, કેટલાક કંડક્ટરો પણ એવા છે જે રૂટમાં ન હોવ છતા પણ બસ એ સ્ટોપ પર ઊભી રાખીને હોલ્ટ કરે છે. જેના કારણે બીજા પ્રવાસીઓનો સમય પણ બગડે છે. જોકે, મહિલા કંડક્ટરને લઈને પૂછ્યા વગર મોબાઈલ નંબર આપી દેવાતા ઘણી મહિલાઓને આ હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

બીજી બાજું લાંબા રૂટ પર દોડતી બસમાં ઘણી વખત પુરૂષ કંડક્ટરો કારણ વગર બસ ઊભી રાખીને હોલ્ટ કરે છે. જે માટે એ હોલ્ટ રૂટ પર હોતો નથી. જેના કારણે અન્ય નજીકના સેન્ટરમાં અપ ડાઉન કરતા પ્રવાસીઓનો સમય બગડે છે. જોકે, આ પહેલા પણ ખોટી રીતે હોલ્ટ કરવાને લઈને કેટલાક કંડક્ટર સામે ફરિયાદ થઈ છે. અગાઉ ડેપો મેનેજરને ફરિયાદ કરતા કંઈ ફેર પડ્યો ન હોવાથી હવે સીધા હેડ ઓફિસમાં ફરિયાદ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW