HomeGujaratCentral Gujaratદાયકા બાદ પરિવારમાં દીકરી જન્મી, ઘોડાગાડી કાઢીને લક્ષ્મીના વધામણા કર્યા

દાયકા બાદ પરિવારમાં દીકરી જન્મી, ઘોડાગાડી કાઢીને લક્ષ્મીના વધામણા કર્યા

આજના ડિજિટલ યુગમાં દીકરાનો જન્મ પરિવારમાં ધામધુમથી ઉજવાય છે. પણ અમદાવાદ શહેરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં દીકરીના જન્મની વધામણી કરવામાં આવી છે. દીકરા દીકરીની તુલનાના દુષણમાં પડ્યા વગર એક પરિવારે વાજતેગાજતે દીકરીના જન્મની વધામણી કરી છે. અમદાવાદમાં રહેતા અસરાની પરિવારે સમાજમાં એક અનોખો દાખલો બેસાડ્યો છે. દાયકાઓ બાદ પરિવારમાં દીકરીનો જન્મ થતા ઘોડાગાડીમાં બેસાડીને દીકરીને હોસ્પિટલથી ઘરે લાવવામાં આવી હતી.

જ્યું કુમકુમ પગલાં કરાવવામાં આવ્યા અને પુષ્પવર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું. અમદાવાદ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં રહેતા હર્ષ અને જ્યોતિના ઘરે દીકરીનો જન્મ થયો હતો. દાયકા બાદ પરિવારમાં દીકરીનો જન્મ થતા સોમવારે એની વધામણી કરવામાં આવી હતી. ખોખરાની સરકારી હોસ્પિટલમાંથી હાટકેશ્વરના વૃંદાવન એપાર્ટમેન્ટ સુધી બેન્ડબાજા સાથે ઘોડાગાડીમાં દીકરીને ઘરે લાવવામાં આવી હતી. હરખભેર લક્ષ્મીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સમગ્ર રસ્તામાં ગુલાબની પુષ્પવર્ષા કરાઈ હતી. આજના સમયમાં જ્યાં દીકરીનો જન્મ થતા એને ત્યજી દેવાના કિસ્સાઓ બને છે ત્યારે અસરાની પરિવારે વાજતેગાજતે દીકરીને સ્વીકારી છે. દીકરી સાપનો ભારો નહીં પણ ઘરની લક્ષ્મી હોવાની પ્રતિતિ કરાવી છે. દીકરીના જન્મને આવી અનોખી રીતે વધાવી, સેલિબ્રેશન કરીને દીકરી બચાવોનો સંદેશ આપ્યો છે. રસ્તા પરથી જ્યારે આ ઘોડાગાડી પસાર થઈ ત્યારે જાણે કોઈ લગ્નની જાન આવી હોય એવું ચિત્ર જોવા મળ્યું છે. ઘણા એવા પરિવારો છે જે દીકરીના જન્મનું આવી રીતે સેલિબ્રેશન કરે છે.

જોકે, છેલ્લા કેટલાક સમયથી દીકરીને જન્મતા વેત ત્યજી દેવાના કિસ્સાઓ બનતા હોવાથી સમાજમાં આધુનિકતા આવી છે પણ માનસિકતા એ જ રહી છે. એવામાં આવા પરિવારો કોઈ પણ સંતાન જન્મને કુદરતના આશીર્વાદ માનીને એની સ્વીકૃતિ કરી રહ્યા છે. ખાસ કરીને મહાનગરમાં આ પ્રકારનું સેલિબ્રેશન હવે ધીમે ધીમે વધી રહ્યું છે. જ્યારે નાના શહેરોમાં હજું પણ દીકરી જન્મને કેટલાક લોકો ન ગમતી ક્ષણ માની રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW