જામનગર ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની ટીમે પીપાવાવ પોર્ટ ઉપર દરોડો પાડીને ઈરાનથી લાવવામાં આવેલો પ્રતિબંધિત 3800 ટન ડામરના જથ્થા સાથે ગ્લોબર રાની શિપ જપ્ત કર્યું છે. જામનગર ડીઆરઆઈની ટીમની કામગીરીથી ફફડાટ ફેલાયો છે.

પીપાવાવ પોર્ટ ઉપર ગ્લોબલ રાની શિપ ઉપર પાડેલા ડીઆરઆઈના દરોડાામાં દસ્તાવેજ સાથે ચેડા કરીને મીસ ડેકલેરેશનન કર્યાનું ખુલતા રૂપિયા 10 કરોડના બિટુમીન ડામરનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં ઈરાનની જગ્યાએ ઈરાક દર્શાવીને ડામરનો મોટો જથ્થો મંગાવતા ડીઆરઆઈના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચાર દિવસ પહેલા કાર્ગો જહાજ ગ્લોબલરાની 3800 ટન બિટુમીન ડામરનો કાર્ગો ભરીને પીપાવાવ બંદર ઉપર આવ્યું હતું. ત્યારથી તે શંકાના પરિઘમાં ઘેરાયું હતું. અગાઉથી મળેલી બાતમીના આધારે જામનગર ડીઆરઆઈની ટીમે ગ્લોબલ રાની શિપ ઉપર દરોડો પાડીને તમામ દસ્તાવેજોની ચકાસણી કરી હતી.

