HomeGujaratCentral Gujaratરીવરફ્રન્ટ પર પ્રેમિકા સાથે બેઠેલા આધેડની પોલ ખુલી, દીકરા-સાળાને ફટકારી ધમકી આપી

રીવરફ્રન્ટ પર પ્રેમિકા સાથે બેઠેલા આધેડની પોલ ખુલી, દીકરા-સાળાને ફટકારી ધમકી આપી

મહાનગર અમદાવાદમાંથી પ્રેમ પ્રકરણનો એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. રીવરફ્રન્ટ વિસ્તારમાં પ્રેમિકા સાથે બેઠેલા પિતાને જોઈને દીકરો અને સાળો ગુસ્સે થઈ ગયા હતા. એની સામે ગુસ્સે ભરાયેલા પિતાએ દીકરાને જાહેરમાં માર માર્યો હતો. જેમાં દીકારને ઈજા થઈ હતી. એને બચાવવા વચ્ચે પડેલા સાળાને પણ બનેવીએ ફટકાર્યો હતો. પછી દીકરાએ પિતા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અમદાવાદ શહેરના દાણી લિમડા વિસ્તારમાં રહેતો 30 વર્ષનો યુવક ડિલિવરી બોય તરીકે કામ કરે છે. શુક્રવારે જ્યારે તે પોતાના કામસર રીવરફ્રન્ટ થઈને શાહીબાગ બાજુ જઈ રહ્યો હતો ત્યારે સુભાષબ્રીજ નીચે આવેલા અમુલ પાર્લર પર તેણે પોતાના પિતાને કોઈ બીજી સ્ત્રી સાથે જોયા હતા. પિતાને આ યુવતી સાથે 15 વર્ષથી પ્રેમ સંબંધ હોવાનું યુવકે પોલીસ ફરિયાદમાં કહ્યું છે. જેના લીધા અગાઉ પણ ઘરમાં ડખા થયેલા છે. તેથી યુવાને તરત જ પોતાના મામાને ફોન કરીને રીવરફ્રન્ટ પર બોલાવી લીધા હતા. જ્યારે આ અંગે પિતાને મામાએ પૂછ્યું ત્યારે પિતાએ કહ્યું કે, સ્ટાફ છે. પણ હકીકતમાં તે પિતાની પ્રેમિકા હતી. પછી ગુસ્સે થયેલા પિતાએ દીકરાને જાહેરમાં પટ્ટો કાઢીને ફટકાર્યા હતા. યુવકને બચાવવા વચ્ચે પડેલા મામા વચ્ચે પડ્યા તો એને પણ ફટકાર્યા હતા. યુવકને આ ઘટનામાં માથાના પાછળના ભાગે ઈજા થઈ છે. માથામાંથી લોહી નીકળતા 100 નંબર પર ફોન કરીને પોલીસ બોલાવી હતી. યુવકના પિતા એક્ટિવા પર મહિલાને બેસાડીને ત્યાંથી નીકળ્યા હતા.

જતા જતા પણ ધમકી આપી હતી કે, તમે સાંજે ઘરે આવો તમને બધાને હું જાનથી મારી નાંખીશ. આ ઘટનાને ધ્યાને લઈને પોલીસ ટીમ જ્યારે પહોંચી ત્યારે પોલીસ મામા અને યુવકને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જ્યાં મામાએ પણ બનેવી સામે પોલીસ ફરિયાદ કરી છે. જોકે, આ પહેલા પણ અમદાવાદમાંથી ઘણી વાર પતિ પત્ની અનો વૉના કિસ્સા સામે આવ્યા છે. જેમાં ઘણી વખત ભોગવવાનો વારો પરિવારજનોનો જ આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW