HomeGujaratમોરબીના વોર્ડ 11 અને 13માં રૂ.2.80 કરોડના ખર્ચે રોડ અને પેવર બ્લોકના...

મોરબીના વોર્ડ 11 અને 13માં રૂ.2.80 કરોડના ખર્ચે રોડ અને પેવર બ્લોકના કામનું ખાત મૃહુત કરાયું

મોરબી શહેરના અલગ અલગ વિસ્તારમાં ભૂગર્ભ ગટર સ્ટ્રીટ લાઈટ, રોડ રસ્તાના અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પાલિકા વિસ્તારમાં રાજય સરકાર દ્વારા રોડ રસ્તા ગ્રાન્ટ ફાળવામાં આવી છે. ત્યારે લાંબા સમયથી વિકાસથી વંચિત વિસ્તાર એવા નગરપાલિકાના વોર્ડ 11માં વિસ્તારમાં સી.સી. રોડ અને વોર્ડ નં. 13 માં પેવર બ્લોકનું રૂ 2.80 કરોડના ખર્ચે કામ હાથ ધરવામાં આવશે. આ કામનું મંત્રી બ્રિજેશ મેરજાએ વિકાસ કામોનું ખાત મુર્હુત કર્યું હતું. આ તકે મોરબીના સમતોલ વિકાસ માટે સરકારની પ્રણાલી રહી હોવાનું મંત્રી જણાવ્યું હતું.
મોરબી નગરપાલિકા હસ્તકના વોર્ડ નં. 11 આવતા ગોકુળનગર લાયન્સ નગર વિસ્તારને જોડતા માર્ગનું તેમજ વોડ નં. 13 ના અનુસૂચિત જાતિ વિસ્તારમાં પેવર બ્લોક સહિતના કામનું અંદાજે રૂ.2. કરોડ 80 લાખ રૂપિયાના કામોનું ખાતમૂહુર્ત રાજ્ય મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ કર્યું હતું. મોરબી શહેરના તમામ વિસ્તારોનો સમતોલ વિકાસ કરવા માટેની પ્રણાલી મુજબ આગળ વધી રહ્યા છીએ. મોરબીનો સમતોલ વિકાસ ના ધ્યેય સાથે આગળ વધી રહ્યા છે. ત્યારે શહેરના નટરાજ ફાટકના ઓવરબ્રિજ બનશે. જેથી ટ્રાફીકની સમસ્યાનું સમાધાન થશે.

આ કામો અંતર્ગત વોર્ડ નં. 11ના વિસ્તારમાં પેવર બ્લોકનું કામ અંદાજે ખર્ચે જ્યારે ગોકુળનગર મેઇન રોડ પર સી.સી. રોડ તથા રોડ ડિવાઇડરનું કામ અંદાજે રૂ. 2 કરોડ રૂપિયા 80 લાખના ખર્ચે નિર્માણ પામશે તેમ મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું. આ વિસ્તારમાં ખાત મૃહુત કાર્યક્રમમાં પાલિકાના પદાધિકારીઓ,અધિકારી ઓ તેમજ સ્થાનિકો કાઉન્સિલર અને આગેવાનો હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW