મોરબી જિલ્લામાં કોરોના વધતા કેસ ધીમે ધીમે કાબુમાં આવી રહી હોય તેમ દિન પ્રતિદિન નવા કેસમાં ઘટાડો નોધાઇ રહ્યો છે બીજી તરફ એક્ટીવ કેસમાં પણ ઘટાડો આવી રહ્યો છે .જિલ્લામાં શનિવારે કુલ 1443 દર્દીના સેમ્પલ ટેસ્ટ લેવામાં આવ્યા હતા જેમાથી 121 નવા કેસ આવ્યા હતા. આ 121 કેસ તાલુકા મુજબ જોઈએ મોરબી શહેરમાં 51 ગ્રામ્યમાં 37 કેસ નોધાયા હતા અન્ય તાલુકાની વાત કરીએ તોવાંકાનેર શહેરમાં 06 ગ્રામ્યમાં 09 કેસ આવ્યા હતા.હળવદ તાલુકામાં 3 ,ટંકારા તાલુકામાં 12 કેસ સામે આવ્યા છે.માળીયા મિયાણામાં 03 કેસ સામે આવ્યા છે. બીજી તરફ 373 દર્દી સ્વસ્થ થયાં હતાં.આ 373 દર્દીઓમાં મોરબીના 286 ,વાંકાનેરમાં 13,હળવદમાં 20 ટંકારામાં 39 ,જયારે માળિયાના 15 દર્દીઓ સ્વસ્થ થયા છે.મોરબી જિલ્લાના આજ દિન સુધીમાં 477 556 લોકોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.આજદીન સુધીમાં કુલ 9962 દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા જેમાંથી 8450 દર્દી સ્વસ્થ થઈ ચૂક્યા છે.જ્યારે એકટિવ કેસનો આકમાં પણ ઘટાડો નોંધાયો છે અને શનિવારે એક્ટિવ કેસનો આક1171 પર અટકી ગયો હતો.

