HomeGujaratમોરબીના વોર્ડ 9 માં પાઈપ લાઈન ફિટ કરતી વખતે ભુગર્ભ ગટરની લાઈનમાં...

મોરબીના વોર્ડ 9 માં પાઈપ લાઈન ફિટ કરતી વખતે ભુગર્ભ ગટરની લાઈનમાં ભંગાણથી ગંદકીના ગંજ

મચ્છુ -૨ સિંચાઈ યોજનાની મુખ્ય કેનાલમાંથી અમરેલી ગામ તરફ જતી માઇનોર કેનાલ આવેલ છે.આકેનાલ આસપાસ મોટી સંખ્યમાં માનવ વસાહત હોવાથી ગંભીર અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી હતી જેના કારણે સ્થાનિકોએ કેનાલ ના બદલે પાઈપ લાઈન પાથરવા રજૂઆત કરી હતી જેના કારણે હાલ પાઈપ લાઈન કેનાલમાં ફેરવવાનું કામ ચાલી રહ્યું છે.આ કામ દરમ્યાન કેનાલ નીચેની પસાર થતી મોરબી નગર પાલિકા ના ભૂર્ગભ ગટર ની પાઈપ લાઇન હાલમાં તૂટેલી હાલત માં છે. આ પાઈપ લાઈન દ્વારા આશરે ૩૦ થી ૩૫ સોસાયટી ઓના ગટર ના પાણી પસાર થાય છે.

આ ગટર તૂટી જવાના કારણે ત્યાં ના વિસ્તમાં ખુબજ દુર્ગંધ ફેલાય છે. તેમજ મચ્છર તેમજ અન્ય જીવાતો નો ઉપદ્રવ થાય છે. જેનાથી રોગચાળો માં વધારો થાય છે.જેથી ભુગર્ભ ગટર પાઈપ લાઈન તાત્કાલિક રીપેર કરવામાં આવે તેવી કોંગ્રેસના આગેવાન અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોના જનરલ સેક્રેટરી કે ડી બાવરવાએ ચીફ ઓફિસરને આવેદન પત્ર આપી માંગણી કરી છે જો વહેલી તકે પાઈપ લાઈન રીપેર નહી કરવામાં આવે તો તો સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે લડત આપવાની ચીમકી ઉચ્ચારી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW