HomeGujaratFRC તરફથી ફી વધારાની મંજૂરીનો NSUI કાર્યકર્તાએ અર્ધનગ્ન થઈ વિરોધ કર્યો

FRC તરફથી ફી વધારાની મંજૂરીનો NSUI કાર્યકર્તાએ અર્ધનગ્ન થઈ વિરોધ કર્યો

ફી રેગ્યુલેશ કમિટી FRC તરફથી થોડા દિવસ પહેલા સૌરાષ્ટ્રની 1500 શાળામાં 5થી 10% ફી વધારાને મંજૂરી આપવામાં આવી હતી. જેને લઈને રાજકોટ શહેર NSUI વિદ્યાર્થી સંગઠન તરફથી FRC ઓફિસ ખાતે અર્ધનગ્ન હાલતમાં ભીખ માગી વિરોધ પ્રદર્શન કરાયું છે. આ સમયે NSUIના કાર્યકરોએ ‘મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી કો ભીખ દે દો’ના નારા લગાવ્યા હતા. બાદમાં ઉગ્ર વિરોધ થતા પોલીસ બોલાવવી પડી હતી. પોલીસે વિદ્યાર્થી પાંખના 12 કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી છે.

કોરોનાની ત્રીજી લહેરને કારણે ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે. બીજી તરફ હાલમાં એવા સમયમાં જ ફી નિર્ધારણ કમિટી સમક્ષ સૌરાષ્ટ્ર ઝોનની 3500 જેટલી શાળાઓએ ફી વધારા માટેની માગ કરી છે. જે યોગ્ય ન હોવાથી વિદ્યાર્થી પાંખે વિરોધ કર્યો છે. જેમાં કાર્યકર્તા તથા આગેવાન યુવાનો શર્ટ-ટી શર્ટ ઊતારીને તંત્રનો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. 1500 જેટલી સ્કૂલોની માંગ સ્વીકારી ફી વધારાને લીલી ઝંડી અપાઈ હતી. NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે , FRCએ 1500 જેટલી સ્કૂલને ફી વધારવા માટે આપવામાં આવેલી મંજૂરીનો અમે વિરોધ કરી રહ્યા છીએ. જે ફી રીતે સ્કૂલમાં મેઇન્ટેનન્સના નામે વધારવામાં આવી પરંતુ હકિકતમાં મેઇન્ટેનન્સ તો વાલીઓને વિદ્યાર્થીઓને લાગે છે. તો ફી વધારો શેનો?

ઓનલાઇન શિક્ષણમાં દર મહિને મોબાઈલ રિચાર્જ અને મોબાઈલ ખરીદીમાં. અમે ભીખ માગી વિદ્યાર્થીઓની ફી એકઠી કરી સરકાર અને FRCને આપવા જઇ રહ્યા છીએ. જોકે, રાજકોટમાં આ મામલો ગરમાતા પોલીસ બોલાવવી પડી હતી. વર્ષ 2019-2021 બાદ ફી વધારાની માગ મૂકી હતી. જેમાં ફી નિર્ધારણ સમિતિ દ્વારા 15 હજારથી ઓછી ફી હોય તેવી 3500 જેટલી શાળાઓની સમીક્ષા કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW