સીરામીક નગરી મોરબી તેમજ આસપાસના સીરામીક ઝોન વિસ્તારમાં મોટા વાહનો પેસેન્જર વાહનો તથા પ્રાઇવેટ વાહનો ખૂબ જ મોટી સંખ્યામાં અવરજવર થાય છે જે રીતે વાહનોની સંખ્યા વધી છે અને અવરજવર વધી છે.મોરબીના જેતપર રોડ મોરબી લખધીરપુર રોડ, કંડલા બાયપાસ રોડ હળવદ રોડ ઉપરાંત મોરબી શહેરમાં પણ અલગ રોડ રસ્તા હાલ બિસમાર સ્થિતિમાં છે રસ્તાઓ વાહનોની સંખ્યાના પ્રમાણ રોડ રસ્તા ખૂબ જ સાંકડાતથા ખાખ અવસ્થા મા છે જેના કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં અકસ્માતો થાય છે મોરબી શહેર અને આસપાસના ઇન્ડસ્ટ્રીયલ ઝોન વિસ્તારમાં અકસ્માત વધુ પ્રમાણમાં થાય છે જેને કારણે મોટા પ્રમાણમાં જાનહાની કે શારીરિક ઇજાઓ થાય છે ખાસ કરીને મોરબી જેતપર રોડ ,મોરબી હળવા રોડ ,કંડલા બાચપાસ રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં છે.ત્યારે આ રસ્તાને કારણે ઉદ્યોગકારો, કારીગરો, રો મટીરીયલ, સપ્લાયર, રાહદારીઓ, ગામજનો ને પારાવાર મુશ્કેલી પડે છે. સમયનો બગાડ થાય છે. અકસ્માતને કારણે મહામૂલ્ય માનવ જિંદગી છીનવાઈ જાય છે. બી મોરબી જિલ્લાને ઔદ્યોગિક ઝોન જાહેર કરી મોરબી જિલ્લામાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રોડ હૈવી રોડ બનાવી તેને 40થી50 ટનની કેપિસિટી વાળા મજબૂત રોડ બનાવવા પેરામીટર ચેન્જ કરવાની પણ માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતિ પટેલે સીએમ ભુપેન્દ્ર પટેલને લેખિત રજુઆત કરી છે અને વહેલી તકે રોડ રસ્તા બાબતે યોગ્ય નિર્ણય લેવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે


