HomeGujaratમોરબીના ચાચાપરમાં પાણી સંગ્રહ પદ્ધતિની કચ્છના 400 ખેડૂતો જાણકારી લીધી

મોરબીના ચાચાપરમાં પાણી સંગ્રહ પદ્ધતિની કચ્છના 400 ખેડૂતો જાણકારી લીધી

મોરબીના અજંતા કલોક ઇન્ડસ્ટ્રીના સ્થાપક ઓધવજીભાઈ ભાલોડીયા અને પરિવાર દ્વારા તેમના વતન ચાચાપરમાં એકથી દોઢ દાયકા પહેંલા ગામમાં પાણીના તળ ઉચા આવે અને ગામમાં ખેતી થકી સમૃદ્ધિ આવે તે માટે નાના મોટા ચેક ડેમ બનાવી વરસાદી પાણીના સંગ્રહ માટે પ્રયાસ કર્યા હતા આ પ્રયાસને સફળતા મળી અને ગામમાં પાણીની તંગી દુર થઇ હાલ ગામમાં ખેડૂતોને સિંચાઈ માટે ભરપુર પાણી મળી રહે છે. કચ્છ જિલ્લામાં પણ પાણીની તંગી એ કોઈ નવી વાત નથી અહી સિંચાઈની વાત તો દુર પણ પીવાના પાણીની તંગી પણ લોકો સહન કરી રહ્યા છે.

જિલ્લામાં આઝાદીના 7 દાયકા બાદ પણ સિંચાઈ માટે પાણીની સ્થિતિમાં હજુ ખાસ ફેરફાર જોવાં નથી મળતો ત્યારે આજે કચ્છના લોકો પણ આવા નાના ચેકડેમ અને તલાવડા થકી પાણીનો સંગ્રહ કરે અને સિંચાઈ પાણી માટે સ્વનિર્ભર બને તે માટે આજે કચ્છ જિલ્લાના 5 તાલુકાના 400 જેટલા ખેડૂતો ગ્લોબલ કચ્છ નામની સ્થાનિક સંસ્થાના સહયોગથી આ પાણી સંગ્રહ કરવાની કામગીરી વિશે માહિતી મેળવવા ચાચાપર ગામમાં આવ્યા હતા અને ગામની પાણી સંગ્રહ કામગીરી અને તેનાથી ગામ લોકોને થયેલા લાભ વિશે માહિતી મેળવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW