HomeGujaratમલાયકા અરોડા અને દીપિકા નો નવો લુક, ડ્રેસની કિંમત જાણી ચોંકી જશો

મલાયકા અરોડા અને દીપિકા નો નવો લુક, ડ્રેસની કિંમત જાણી ચોંકી જશો

મલાયકા અરોડા કાયમ એના નવા નવા લુક્સને લઈને ચર્ચામાં રહે છે. ક્યારેક ટ્રોલ થાય છે તો ક્યારેક મસ્ત લાગે છે. એનો ગ્લેમરસ અંદાજ સમયાંતરે જોવા મળે છે. પર્ફેક્ટ ફીગર અને ડ્રેસિંગ ચોઈસને લઈને ઘણા સેલિબ્રિટીઓ પણ એના વખાણ કરી રહ્યા છે. ફેશન વર્લ્ડની તે ખરેખર મલ્લીકા છે એમ કહેવામાં કંઈ ખોટું નથી.એક્ટ્રેસ હંમેશા પોતાના સિંઝલિંગ લુક્સને લઈને હેડલાઈન્સમાં રહે છે. આ વખતે નવી ફેશનમાં તે જોવા મળી છે.

છૈયાં છૈયાં ગર્લે તાજેતરમાં એક મસ્ત ડ્રેસમાં ફોટોશુટ કરાવ્યું છે. જેના ફોટો સોશિયલ મીડિયા પર જોરશોરથી શેર થઈ રહ્યા છે. આ ફોટોમાં તે સેક્વિન્સ ડ્રેસમાં જોવા મળી રહી છે. ડીપ વી નેકલાઈન અને ફ્રન્ટ પર રફલ ડીઝાઈન સાથે ડ્રેસ એક્ટ્રેસને એક અલગ લુક આપે છે. આ સાથે સ્ટાઈલીશ વેસ્ટ પણ કેરી કર્યું છે.

જે લુક્સમાં બેસ્ટ ચાર્મ ઉમેરે છે. એક્ટ્રેસે પોતાની એક ગ્લેમરસ ડ્રેસ સાથે બ્રાઉનીશ ન્યડ ગ્લોસી મેકઅપ કર્યો છે. ખુલ્લા અને બ્રાઉની વાળ એના લુકને મસ્ત બનાવે છે. આ સાથે ટ્રેન્ડી રાઉન્ડેડ ઈયરરીંગ્સ પણ પહેર્યા છે. એના આ ડ્રેસની કિંમત લાખોમાં છે. આ ડ્રેસને લોકો ઓનલાઈન પણ ઓર્ડર દઈને મંગાવી શકે છે. ઈન્ડિયન પ્રાઈસના હિસાબથી આ ડ્રેસની કિંમત રૂ.1.4 લાખ છે.

બીજી બાજુ દીપિકા પાદુકોણ પણ એના ડ્રેસને લઈને ચર્ચામાં છે. એના સ્ટાઈલીશ લુકની ફેન્સ પ્રશંસા કરી રહ્યા છે. તાજેતરમાં જે તે ‘ગહેરાઈયાં’ની પ્રમોશનલ ઈવેન્ટમાં જોવા મળી હતી. જેમાં તેણે ઓરેન્જ કલરનું ક્ટઆઉટ પહેર્યું હતું.

જે એક બેકલેસ ડ્રેસ છે. જેમાં તેની બેક ક્લિયર દેખાય છે. આ સાથે તેણે બ્લેર કલરના હાઈહિલ્સ પહેર્યા છે. આ ઉપરાંત ગોલ્ડન ઈયરરિંગ્સ અને ઓપન વેવી હેરલુક એની શાનમાં વધારો કરે છે.

દીપિકાનો મેકઅપ ઘણી વખત ચર્ચામાં રહ્યો છે. આ ડ્રેસ સાથે ગ્લોસી અને ન્યડ લિપસ્ટિકમાં એક્ટ્રેસ મસ્ત લાગી રહી છે. આ સાથે આંખમાં કાજલ અને લાઈનર્સ કરી છે. મસ્કાર સાથે એનો લુક મસ્ત લાગી રહ્યો છે. એના આ લુકથી ફેન્સ પણ ઈમ્પ્રેસ થયા છે. આ બંને એક્ટ્રેસના લુક પર ફેન્સ મનમૂકીને કોમેન્ટ કરી રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW