મીરા ફિલ્મ્સ ,અનસ્ટોપેબલ વોરિયર્સ અને Equitas Trust ના સહયોગથી શ્રીમતી એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ મોરબીમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યુ હતું આ તકે ગર્લ્સ હાઈસ્કૂલના ઉષાબેન કે.ભંખોડીયા અને નાશા ગ્રુપ ઓફ એજ્યુકેશન ટંકારા ના ( ટ્રસ્ટી ) વિજયભાઈ ભાડજાના માર્ગદર્શન હેઠળ શાળાના બાળકોને માસ્ક વિતરણ કરવામાં આવ્યું તથા શાળા ના બાળકો ને કોરોના મહામારી ની જાગૃતતા વિશે માહિતી જેવીકે માસ્ક પહેરવું , સેનીટાઈઝર વાપરવું , બે ગજ ની દૂરી રાખવી એવા સ્લોગન સાથે સરકારના નિયમ નું પાલન કરવું જોઈએ તથા વેક્સિન અવશ્ય લેવુ જોઈએ તેવી બાળકોને માહિતી આપવામાં આવી.જેમાં મુખ્ય મહેમાન ગુજરાતી ફિલ્મ ધી મીરા ફિલ્મ્સના નિર્માતા જયદીપ ભાઈ ડાભી , અને અંસ્ટોપેબલ વોરિયર્સ ના પ્રમુખ હેતલબેન પટેલ, પ્રીતિબેન , નિરાલીબેન , કોમલબેન તથા Equitas Bank ના બ્રાન્ચ મેનેજર ઇમરાનભાઈ , સેલ્સ ઓફિસર સુલતાન ભાઈ હાજર રહી આયોજન સફળ બનાવવા માં આવ્યું.

