મોરબી જિલ્લામાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે મંગળવારે કુલ 1614લોકોના આરટિપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા જ્યારે 254 દર્દી પોઝિટિવ આવ્યા હતા આ 254 દર્દીમાં મોરબી શહેરમાં 115 અને ગ્રામ્યમાં 76 કેસ પોઝિટિવ આવ્યા હતા તો વાંકાનેર શહેરમાં 8 ગ્રામ્યમાં 14 કેસ પોઝિટિવ આવ્યા હતા હળવદ શહેરમાં 02 અને ગ્રામ્યમાં 11 કેસ,ટંકારામાં 21,જ્યારે માળિયામાં 7 કેસ પોઝિટિવ આવ્યા હતા. મોરબી જિલ્લામાં મંગળવારે એક્ટિવ કેસનો આંક 1717 નો આંક વટાવી ચુક્યો હતો.બીજી તરફ 318 દર્દી ડિસ્ચાર્જ પણ થયા છે. આ 318 દર્દીમાં 252 મોરબી,વાંકાનેરમાં 26,હળવદ 8,ટંકારા 26 અને માળિયામાં 06 દર્દી ડિસ્ચાર્જ થયા છે. જિલ્લામાં કોરોનાની ઓલઅવર સ્થિતિ જોઈએ તો કુલ 4,71,978 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાથી 9412 દર્દી પોઝિટિવ આવ્યા છે જે પૈકી 7354 દર્દી સ્વસ્થ થયા છે.1717 કેસ એકટિવ છે.87 દર્દીના સતાવાર મોત થયા છે.

