Tuesday, October 28, 2025
HomeGujaratઆ કારણે મમતા સોનિયા અને રાહુલ ગાંધીની મુલાકાતે ગયા હતા,કહ્યું આપણે…

આ કારણે મમતા સોનિયા અને રાહુલ ગાંધીની મુલાકાતે ગયા હતા,કહ્યું આપણે…

ગોવા વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા માટે તૃણમુલ કોંગ્રેસના મોટા નેતા તથા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુલાકાત કરવા માટે ગયા હતા. પણ એવી કોઈ વાત બની ન હતી. TMC રાષ્ટ્રીય ઉપાધ્યાક્ષ પવન કે વર્માએ આ અંગે જાણકારી આપી છે. પવન વર્માએ કહ્યું કે, મમતા બેનર્જી ખુદ થોડા અઠવાડિયા પહેલા સોનિયા ગાંધી પાસે ગયા હતા.

તેમણે સોનિયા ગાંધીને એવું કહ્યું હતું કે, ભૂતકાળમાં જે થયું એ ભૂલી જાવ અને વર્ષ 2022માં એક નવી શરૂઆત કરીએ. TMC કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા માટે રાજી નથી. મમતાદીદીએ પાર્ટીને એક અવિશ્વસનીય સહયોગી કહી, જે પોતાનું મુલ્ય વધારવાના પ્રયત્નો કરી રહી છે. કોંગ્રેસ એવું કહ્યું કે, રાષ્ટ્રીય સ્તર પર TMCના નેતા મમતા બેનર્જીને એ સ્તર સુધી પહોંચવા મજબુર કરી દીધા છે. થોડા અઠવાડિયા પહેલા પણ સોનિયા ગાંધીનો સંપર્ક કરવામાં આવ્યો હતો.જેના પર સોનિયા ગાંધીએ મમતાને કહ્યું હતું કે, પાર્ટીના નેતૃત્વ સાથે આ વિષય પર ચર્ચા કર્યા બાદ હું જવાબ આપીશ. પણ પછી આજ દિવસ સુધી કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી. આ મુદ્દાની ખાતરી કરતા TMC ગોવાના પ્રભારી મહુઆ મોઈત્રાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે એવું કહ્યું હતું કે, તે બે અઠવાડિયામાં ફરીથી આ મામલે જવાબ આપશે. પણ હજું સુધી જવાબ મળ્યો નથી અને મામલો આગળ વધ્યો નથી. કોંગ્રેસ અને TMC વચ્ચે સંબંધો વર્ષ 2021માં સૌથી નીચલા સ્તરે પહોંચ્યા. TMCએ એ સમયે ભાજપ સામે લડવા માટે મળી રહેલી નિષ્ફળતાને લઈને કોંગ્રેસની ટીકા કરી હતી. કોંગ્રેસને જાહેરમાં એક અસક્ષમ અને અસમર્થ પાર્ટી ગણાવી દીધી હતી.

TMCએ કહ્યું હતું કે, કોંગ્રેસ ડીપ ફ્રીઝરમાં ચાલી ગઈ છે. તા.24 ડીસેમ્બરના રોજ દિલ્હીમાં કોંગ્રેસ નેતા પી ચિદંબરમ સાથે પોતાની એક મુલાકાતનો ઉલ્લેખ કરી વર્માએ કહ્યું કે, ફેબ્રુઆરીમાં યોજાનારી ગોવા વિધાનસભાની ચૂંટણી માટે તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંઘનનો પ્રસ્તાવ કોઈ પણ પોઝિટિવ રીપ્લાય વગર નિષ્ફળ થઈ ગયો છે. TMC એવું ઈચ્છે છે કે, ભાજપની સામે વિપક્ષનું સંગઠન મજબુત કરવામાં આવે. આપણે ભૂતકાળને ભૂલીને આગળ વધવું જોઈએ. આપણે ગોવમાં ભાજપને આગળ વધતુ અટકાવવું જોઈએ. હવે ચિદંબરમ કહે છે કે, એવો કોઈ ઠોસ પ્રસ્તાવ ન હતો. અગાઉ એવો ક્યાસ લગાવવામાં આવી રહ્યો હતો કે, ગોવામાં કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ મળીને ચૂંટણી લડી શકે છે. આ ગઠબંધનમાં આમ આદમી પાર્ટી પણ જોડાય એવી અટકળો હતી. પણ આમ આદમી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસે મંગળવારે ગોવા વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારની જુદી જુદી યાદી અંગે જાહેરાત કરી હતી. તેથી સત્તા પર રહેલી ભાજપ પાર્ટી સામે એકજુથ થઈને લડવા અંગેના પ્રશ્નનો ઉકેલ આવી ગયો. કોંગ્રેસે 9 ઉમેદવાર, TMC એ11 અને આમ આદમી પાર્ટીએ પાંચ ઉમેદવારના નામ જાહેર કરી દીધા હતા. ગોવામાં વિધાનસભા ચૂંટણી તા. 14 ફેબ્રુઆરીને યોજાવવાની છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,150SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page