HomeGujaratSaurashtra Kutchhખુલ્લેઆમ હેરાફેરી, ગોંડલ ભાજપના નેતાના ભત્રીજાનું 2 હજાર લીટર ગેરકાયદે બાયોડીઝલ ઝડપાયું

ખુલ્લેઆમ હેરાફેરી, ગોંડલ ભાજપના નેતાના ભત્રીજાનું 2 હજાર લીટર ગેરકાયદે બાયોડીઝલ ઝડપાયું

રાજ્યમાં બાયોડીઝલના વેચાણ ઉપર સરકાર દ્વારા બંધ કરવામાં આવ્યાં છે. પરંતુ આ નિયમો પણ ભાજપના નેતાઓ અને તેમના સગાસંબંધીઓને લાગુ પડતા ન હોય તેવું સામે આવી રહ્યું છે. ગોંડલ નજીક પોલીસે બે હજાર લીટર ભરેલા ગેરકાયદે બાયોડીઝલ સાથે આરોપીની ધરપકડ કરી છે. આરોપીની પુછપરછમાં આ જથ્થો ભાજપના નેતા બાબુભાઈ ટોળીયાના ભત્રીજાનો હોવાની કબુલાત આપી છે.

રાજકોટ જિલ્લાના ગોંડલ નજીક આવેલી ગુંદાળા ચોકડી ઓવરબ્રિજ પાસે ટેન્કરમાં ટેન્ક ફીટ કરીને એક શખ્સ ગેરકાયદે બાયોડીઝલનું વેચાણ કરતો હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે સ્ટાફ સાથે જામવાડીમાં આવેલી જીઆઈડીસી નજીક આવેલા વે-બ્રિજ પાસેના ખુલ્લા ગ્રાઉન્ડમાં ટેન્કરમાં ટાંકો બેસાડીને તેમાં ઈલેકટ્રીક પંપ ફીટ કરીને ગેરકાયદે રીતે જ્વલનશીલ પેટ્રોલિયમ પદાર્થના જથ્થાનું વેચાણ કરી રહ્યો હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે દરોડા દરમયા જીજી 10 ટીટી 5529 નંબરનું ટેન્કર તેમજ 3500 લીટરના ટાંકામાંથી 2000 લીટરનો ગેરકાયદે બાયોડીઝલનો જથ્થો મળી આવતા પોલીસે રૂપિયા 5.79 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પકડાયેલા આરોપીની પુછપરછ કરતા આ બાયોડીઝલનો જથ્થો ભાજપના નેતા બાબુભાઈ ટોળીયાના ભત્રીજા વિજય ટોળીયા અને રેનિસ અમૃતિયાનો હોવાની કબુલાત આપી છે. પોલીસે શંકાસ્પદ જથ્થો કબ્જે કરીને સેમ્પલ માટે પરિક્ષણમાં મોકલી અપાયા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW