HomeGujaratમોરબીમાં આરોગ્ય તંત્રનો વધુ એક છબરડો વેક્સીન ન લીધી છતાં મળ્યું સર્ટીફીકેટ

મોરબીમાં આરોગ્ય તંત્રનો વધુ એક છબરડો વેક્સીન ન લીધી છતાં મળ્યું સર્ટીફીકેટ

મોરબી શહેરના તુલસીભાઈ દેવરાજભાઈ વૈસીયાણી નામના 45 વર્ષીય યુવાને ગત 4 સપ્ટેબરના રોજ કોવીશીલડ્ નો પ્રથમ ડોઝ લીધો હતો જયારે બીજા ડોઝ લીધો ન હોવા છતાં આરોગ્ય વિભાગ તરફથી તેના મોબાઈલ પર મેસેજ આવ્યો હતો જેના પર ક્લિક કરતા બીજા ડોઝનું વેક્સીન સર્ટીફીકેટ મળી ગયું હતું મોરબી જીલ્લામાં છાસવારે આ પ્રકારે વેક્સીન લીધા ન હોવા છતાં કોરોના પોઝીટીવ આવવાની ઘટના સામે આવી રહી છે.

અગાઉ પણ મોરબી વાંકાનેર હળવદ એમ અલગ અલગ વિસ્તારમાં આ રીતે બીજા ડોઝના સર્ટીફીકેટ મળી રહ્યા છે. ત્યારે સવાલ એ ઉભા થઇ રહ્યા છે કે આરોગ્ય વિભાગના કર્મચારીઓ પર વેક્સીનેશનનો ટાર્ગેટ પૂરો કરવા એટલી દબાણ તો નથી થઇ રહ્યાને કે આરોગ્ય કર્મીઓ પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરવા આ પ્રકારે માત્ર ચોપડે જ વેક્સીન આપી દેવામાં આવે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW