HomeGujaratમોરબીમાં વધુ 318 દર્દી કોરોના પોઝીટીવ, એક્ટીવ કેસનો આક 884

મોરબીમાં વધુ 318 દર્દી કોરોના પોઝીટીવ, એક્ટીવ કેસનો આક 884

મોરબીમાં સતત વધી રહેલા કોરોનાના કેસનો ગ્રાફ વધી રહ્યા છે બુધવારે ફરીવાર કોરોનાનો જબરો ઉછાળો આવ્યો છે. જીલ્લામાં મંગળવારે સૌથી વધુ 318 દર્દી પોઝીટીવ આવ્યા હતા તાલુકા મુજબ જોઈએ તો મોરબી શહેરમાં 133 અને ગ્રામ્યમાં 119 કેસ સામે આવ્યા હતા તો વાંકાનેર શહેરમાં 14 ગ્રામ્ય 12 કેસ ,હળવદ ગ્રામ્યમાં 8 કેસ,ટંકારામાં 26 કેસ પોઝીટીવ આવ્યા હતા અને માળીયામાં પણ 06 કેસ સામે આવ્યા હતા. મોરબી જીલ્લામાં આજ દિન સુધીમાં એક્ટીવ કેસનો આંકડો 884નો આંક વટાવી ચુક્યો છે. બીજી તરફ સ્વસ્થ થનારા દર્દીઓ પણ વધ્યા છે મંગળવારે મોરબી શહેરમાં 48 ,હળવદમાં 3 ટંકારામાં 3 વાંકાનેરમાં 2 માળીયામાં 1 મળી કુલ 57 દર્દી ડીસ્ચાર્જ થયા હતા. મોરબી જિલ્લામાં કોરોનાની આજદિન સુધીમાં કુલ 4,60,840 દર્દીઓના સેમ્પલ લઇ RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી કુલ7694 પોઝીટીવ આવ્યા હતા જેમાંથી 6469 દર્દી ડીસ્ચાર્જ થઇ ગયા છે. જયારે 87 દર્દીઓના મોત થયા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW