HomeGujaratવિરાટ કોહલી બાદ કોણ બનશે ટેસ્ટ ટીમનો કેપ્ટન, આ ખેલાડીઓ છે રેસમાં

વિરાટ કોહલી બાદ કોણ બનશે ટેસ્ટ ટીમનો કેપ્ટન, આ ખેલાડીઓ છે રેસમાં

વિરાટ કોહલીની કેપ્ટનશીપનો કાર્યકાળ પૂર્ણ થઈ ચુક્યો છે. તેણે કેપ્ટન પદે ટીમ ઈન્ડિયાને ટેસ્ટની નંબર-7થી નંબર-1 ટીમ બનાવી હતી. આ વર્ષે ટી-20 વર્લ્ડ કપ બાદ કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ પૂર્ણ થતાની સાથે જ કોહલીને ટી-20 ટીમની કેપ્ટનશીપ છોડી હતી. જે બાદ તેને બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના વનડે ટીમના કેપ્ટન પદ્દેથી હકાલપટ્ટી કરી હતી. ત્યાંથી જ કોહલી અને બોર્ડની વચ્ચે કંઈક થયું હોવાના સમાચારો સામે આવી રહ્યાં છે. હવે સાઉથ આફ્રિકાની સામે ટેસ્ટ સીરીઝ હાર્યા બાદ કોહલીએ 15 જાન્યુઆરીના રોજ ટટેસ્ટ ટીમની પણ કેપ્ટનશીપ છોડી દીધી છે. 19 જાન્યુઆરીથી શરૂ થનારી વન-ડે સીરીઝમાં કોહલી ફરી એક વખત મેદાનમાં ખેલાડીના રૂપમાં દેખાશે.

હવે મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે, વિરાટ કોહલી બાદ કોણ ટીમની કમાન સંભાળશે. એક મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે કોહલીની જગ્યાએ કેએલ રાહુલ કેપ્ટન બનવાની રેસમાં સૌથી આગળ છે. રોહિત શર્મા ઘણી વખત ઈજાગ્રસ્ત થઈ ચુક્યાં છે. તે વાત તેની વિરૂદ્ધમાં જઈ શકે છે. આ અઘરા સમયમાં બોર્ડ રોહિતને કમાન આપી શકે છે. ઓફ સ્પીનર આર અશ્વિન પણ આ રેસમાં છે. જે ભારત તરફથી સૌથી વધારે વિકેટ લેનાર બોલર બની શકે છે. પરંતુ બોલરોને લઈને એક પ્રકારનો પૂર્વાગ્રહ રહ્યો છે.

ટીમ ઈન્ડિયાના સીનિયર બેટ્સમેન અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારા કેરિયરના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યાં છે. જો રહાણે સારા ફોર્મમાં રહે તો ટીમને ઓસ્ટ્રેલિયામાં શાનદાર જીત અપાવ્યા બાદ તે ટેસ્ટ ટીમમાં કેપ્ટન બનવા માટે સૌથી નજીક હોત. બંને ખેલાડીઓને ટીમમાં જગ્યા હજુ પાક્કી પણ નથી. ફેબ્રુઆરી-માર્ચમાં શ્રીલંકા સામે બે મેચોની ટેસ્ટ સીરીઝ માટે બંનેને પસંદગી કરવી તે મુશ્કેલ બને છે. શ્રેયસ અય્યર, હનુમા વિહારી અને શુભમન ગીલ પણ રેસમાં છે.

વિરાટ કોહલીએ સીરીઝ હાર્યા બાદ પણ ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેનો બચાવ કર્યો હતો. તેણે કહ્યું હતું કે, સિલેક્ટર્સે તેના ઉપર નિર્ણય લેવાનો છે. નવા કોચ રાહુલ દ્રવિડના આવ્યા બાદ ટીમ ઈન્ડિયાના ત્રણેય ફોર્મેટના કેપ્ટનોમાં ફેરફાર કરાયો છે. હવે ટીમમાં પણ મોટા ફેરફાર જોવા મળી શકે છે. સાઉથ આફ્રિકાની સામે વન-ડે સીરીઝથી ઘણા સીનીયર ખેલાડીઓની પરીક્ષા થવાની છે. જે ખેલાડીઓ આ પરીક્ષામાં નાપાસ થશે તો તે આવનારા વર્ષમાં ભારતમાં થનારા વન-ડે વર્લ્ડ કપની રેસથી બહાર પણ થઈ શકે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW