ગીર-સોમનાથના વેરાવળમાં કોંગ્રેસ દ્વારા સરપંચોના સમ્માન સમારંભમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસના ધારાસભ્ય આક્રમક મુડમાં દેખાયા હતાં. ધારાસભ્ય વિમલ ચૂડાસમાએ અધિકારીઓને ધમકી આપતા જણાવ્યું કે 2022માં કોંગ્રેસની સરકાર બનવાની છે. જે અધિકારીઓએ કોંગ્રેસના કાર્યકરોને હેરાન કર્યાં હશે તેનો હિસાબ કરાશે.

ગીર-સોમનાથના ધારાસભ્ય વિમલ ચૂડાસમાએ કહ્યું હતું કે, સરકારી કાર્યક્રમોમાં પ્રોટોકલ પ્રમાણે ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની જેમ કોંગ્રેસના કાર્યકરોને આમંત્રણ પાઠવવામાં આવતું નથી. તો સરકારી કાર્યક્રમોમાં કોંગ્રેસના ધારાસભ્યોને આમંત્રણ પણ અપાતું નથી. ભાજપનો કાર્યકર્તા અધિકારીની બદલી કરાવી શકશે પણ કોંગ્રેસનો ધારાસભ્ય તો અધિકારીઓને સીધા જ ઘરે બેસાડી દેશે. જે અધિકારીઓએ કોંગ્રેસના કાર્યકર્તાઓને પરેશાન કર્યાં છે તેનો હિસાબ કરાશે.

