સમગ્ર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીને પગલે આજે જામનગર રાજકોટ મોરબી ભાવનગર પંથકમાં સવારથી વાતાવરણ પલટાયું છે. જેના કારણે વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે વરસી રહેલા વરસાદને પગલે ઠંડક પ્રસરી જતા ઠંડીમાં વધારો થયો છે. પર શિયાળાની સિઝનમાં તેણે અષાઢી માહોલ છવાયો હોય તેઓ ચિત્ર ગુરુવારે સવારે જોવા મળ્યું હતું થોડા સમય માટે લોકો પણ મૂંઝાયા હતા કે રેંકોટ પહેરવો કે સ્વેટર.

ઠંડા પવન સાથે ઝાપટું પડતાં શહેરના મુખ્ય રસ્તાઓ ભીના થઇ ગયા હતા વરસાદને કારણે હાઇવે પર દિવસે પણ વાહનોને લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી.હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહીના પગલે મૌસમએ ફરીથી કરવટ બદલી છે. હવામાન ખાતા દ્વારા સૌરાષ્ટ્ર કચ્છ સહિતના અનેક વિસ્તારોમાં માવઠાની કરાયેલી આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવ્યો છે. એક તરફ ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં હિમવર્ષા થઇ રહી છે ત્યારે પશ્ચિમના ગુજરાત રાજ્યમાં માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આવનારા બે દિવસ સુધી હજુ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હજુ બે દિવસ સુધી શિયાળું સીઝનમાં અષાઢી માહોલ જોવા મળશે. ત્યારબાદ ઠંડી નો બીજો રાઉન્ડ શરૂ થશે બીજા રાઉન્ડમાં ભારે ઠંડા પવન ફૂંકાશે.

અચાનક સૌરાષ્ટ્રમાં માવઠાને કારણે ખેડૂતોને પાક બગડવાની ચિંતા થઈ રહી છે તો બીજી તરફ શાકભાજીમાં પણ ભાવ વધારો થવાની ભીતી છે. સતત બદલી રહેલા હવામાનને કારણે શિયાળુ પાક પર માઠી અસર થઇ રહી છે. ખાસ કરીને મગફળી અને કપાસના પાકમાં માવઠાને કારણે મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વહેલી સવારથી જ તેની અસર જોવા મળી હતી, અને શહેર-જિલ્લામાં સૂર્યદેવતા દેખાયા ન હતા. આકાશમાં વાદળોના ગંજ ખડકાયેલા જોવા મળ્યા છે. સાથોસાથ ભેજનું પ્રમાણ વધી ગયું હોવાથી ધુમ્મસ અને ઝાકળ ભીની સવાર થઈ હતી.

તમામ યાર્ડમાં ખુલ્લામાં રાખવામાં આવેલી જુદી જુદી જણશો ને સલામત સ્થળે ખસેડી લેવાઇ હતી, જયારે ખેડૂતોને આ બે દિવસો દરમિયાન પોતાના તૈયાર પાકને સલામત સ્થળે રાખવા અથવા તો માર્કેટિંગ યાર્ડમાં નહીં લઈ આવવા અગાઉથી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી.બે દિવસ હજુ અષાઢી માહોલ રહેશે.

