HomeGujaratકમોસમી વરસાદની આગાહી બાદ બેડી યાર્ડમાં માત્ર 150 ખેડૂતોને ટોકન અપાયા

કમોસમી વરસાદની આગાહી બાદ બેડી યાર્ડમાં માત્ર 150 ખેડૂતોને ટોકન અપાયા

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ફરીવાર કમોસમી સપ્તાહની આગાહી કરવામાં આવી છે.જેના પગલે ખેડૂતોને પરિપક્વ થયેલ પાકની કાપણી કરી સુરક્ષીત કરવા સુચના આપાઈ છે તો વિવિધ યાર્ડમાં પણ પાક વરસાદી પાણીથી ન પલળે તે માટે ખરીદી પણ મર્યાદિત કરી દેવાઈ છે. રાજકોટના બેડી યાર્ડ દ્વારા આ અંગે નિર્ણય લીધો છે જે મુજબ ખેડૂતો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને પોતાની મગફળી યાર્ડમાં લાવી શકશે.


રાજકોટ બેડી યાર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખેડૂતો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરશે તે બાદ તેમને ટોકન આપવામાં આવશે અને તે ટોકન મળ્યા બાદ જ મગફળી લાવશે જેથી કમોસમી વરસાદના કારણે ખેડૂતોની મગફળી પલળે નહી.
હાલ બેડી ખાતે આવેલ રાજકોટ માર્કેટીગ યાર્ડમાં માત્ર 150 ખેડૂતોને ટોકન આપવમાં આવ્યા છે અને તેટલા ખેડૂતો જ મગફળી લાવી શકશે બીજી તરફ ઓનલાઈન રજીસ્ટ્રેશન શરુ થયાના બે જ કલાકમાં 2000 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે .
ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે પાટણ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા હવામાન વિભાગની આગાહીને લઈ ખેડૂતોને એક મહત્ત્વપૂર્ણ સલાહ આપવામાં આવી છે. પાટણ જિલ્લામાં 1.90.270 હેકટરમાં રવિ પાકોનું વાવેતર કરાયું છે.

અન્ય જીલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં પણ હવામાન વિભાગની આગાહીને પગલે 5 જાન્યુવારીએ વાદળછાયુ વાતાવરણ અને કમોસમી વરસાદની શકયતા દર્શાવવામાં આવી છે. વાતાવરણને પગલે ખેતરમાં ઉભા પાક દિવેલા – કપાસ – રાઇ – વરિયાળી – જીરું – ચણા સહિતના પાકોની કાળજી રાખવી હિતાવહ છે. સાથે ખેડૂતો દ્વારા શાકભાજી કે કાપણી કરેલો પાક ભીંજાય નહિ તે માટે પાકને સુરક્ષિત અથવા ગોડાઉનમાં મુકવા જણાવ્યું છે. માર્કેટ યાર્ડમાં રહેલા પાકોને યોગ્ય જગ્યાએ મુકવા અથવા તાડપત્રીથી ઢાંકી રાખવા ખેડૂતોને જણાવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW