HomeGujaratગોંડલની મોટી ખિલોરી પ્રાથમિક શાળા પાસે બોલેરો સાથે કારની ટક્કર, 1નું મોત

ગોંડલની મોટી ખિલોરી પ્રાથમિક શાળા પાસે બોલેરો સાથે કારની ટક્કર, 1નું મોત

ગોંડલ પાસે આવેલી મોટી ખિલોરી પ્રાથમિક શાળા પાસે જીવલેણ થયો છે. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. મંગળવારે સવારે ગોંડલની મોટી ખિલોરી પ્રાથમિક શાળા પાસે બોલેરો અને અલ્ટો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે બે વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી છે. ગોંડલમાં આ ઈજાગ્રસ્તોની સારવાર ચાલું કરી દેવામાં આવી છે. શાકભાજી લઈને જઈ રહેલી દેરજી કુંભાજીના ઉદાભાઈ શાકભાજી વાળાની બોલેર જીપનું ટાયર ફાટતા અકસ્માત થયો હતો.

બોલેરો નં.GJ14X 9781 ખિલોરી ગામની પ્રાથમિક શાળા પાસે આવતા ટાયર ફાટ્યું હતું. એ સમયે સામેથી આવી રહેલી અલ્ટો કાર GJ01KD 2755 સાથે ધડાકા સાથે બોલેરો અથડાઈ ગઈ હતી. આ અકસ્માતમાં જેતપુરના થાણાગાલોળ ગામના જયાબેન ઉઘાડ (ઉ.વ.71) નું મૃત્યું થયું છે. જ્યારે ઉદાભાઈ તથા અન્ય એક યુવાનને ગંભીર ઈજા થતા તાત્કાલિક સારવાર હેતું હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માત થતા જ આસપાસમાંથી લોકો એકઠા થઈ ગયા હતા. મૃતક અને ઈજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ અંગે તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની તપાસ શરૂ કરી દીધી છે. અકસ્માત થયા બાદ બોલરોનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતને કારણે લાંબા સમય સુધી હાઈવે પર ટ્રાફિક જામ રહ્યો હતો. લાંબા અંતર સુધી વાહનોના થપ્પા લાગેલા જોવા મળ્યા હતા. આ પહેલા પણ આ જ રૂટ પર જીવલેણની મોટી ઘટના બની છે. આ બોલેરોમાં શાકભાજી ભરેલું હતું.

પોલીસે આ બોલેરો અંગે તપાસ શરૂ કરી દીધી છે. આ પહેલા પણ ગોંડલ નેશનલ હાઇવે પર શનિવારે ગોઝારો અકસ્માત સર્જાયો છે. બિલિયાળા પાસે કપાસ ભરેલ ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બંને વાહનો સળગી ઉઠ્યા હતા. જેમાં કારમાં સવાર ત્રણ મહિલાઓ આગમાં બળીને ભડથુ થઈ ગઈ છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, ધડાકા સાથે બંને ગાડીઓમાં બ્લાસ્ટ થયો હતો, જેથી આસપાસના લોકો પણ ગભરાઈ ગયા હતા. ગોંડલ ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બંને વાહનો પર પાણીનો છંટકાવ કરીને આગ બૂઝવવાની કામગીરી કરાઈ હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW