રાજકોટ શહે૨ જિલ્લામાં કોરોના વાઈ૨સની મહામારીનાં સતત વધતા જતાં કેસની અસર શિક્ષણજગત પર ફરી માઠી થઈ છે. સંક્રમીતોની સંખ્યામાં ભારે ઉછાળો આવવાનું શરૂ થતા લોકોમાં ફફડાટ સાથે ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. જેમાં શૈક્ષણિક સંસ્થાઓ કોવીડ-19ની ગાઈડલાઈનના થતા ઉલાળ્યાના કા૨ણે વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ મહામારીની ઝપટે આવી રહ્યા છે. જિલ્લામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં સંક્રમણનો આંકડો 50ને પણ પાર કરી ગયો છે.
જેના કારણે હવે ક્લાસમાં આવતા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી ગઈ છે. શૈક્ષણિક સંસ્થાઓમાં ઓફલાઈન શિક્ષણ પ૨ બ્રેક લાગવાનું શરૂ થઈ ચૂક્યું છે. રાજકોટ સિટીમાં અત્યા૨ સુધીમાં સંક્રમીત વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સંખ્યાનો આંકડો 12થી વધી ગયો છે. આ સંસ્થાઓમાં દરરોજ નવા નવા કેસ સામે આવતા પ્રિપ્રાયમરીથી ધો.12 સુધીના ઓફલાઈન ક્લાસ યુદ્ધના ધોરણે એક અઠવાડિયા સુધી બંધ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓનું ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. રાજકોટ શહેરમાં આવેલી દરેક સ્કૂલમાં કોવિડની ગાઈડલાઈન્સનું પાલન થાય એ માટે જિલ્લા શિક્ષણાધિકારી તરફથી પણ પગલાં લેવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગે એક ટીમ તૈયાર કરીને આ માટેના પગલાં લીધા છે. સંક્રમણ ઘટે એ માટે પ્રયાસ થઈ રહ્યા છે. બીજી તરફ રાજકોટની ઘણી બધી સ્કૂલ્સમાં 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓ માટે વેક્સીનેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સ્કૂલમાં ગાઈડલાઈન્સનું પાલન ન થવાના પણ અનેક કિસ્સા સામે આવ્યા છે. જેનો ભોગ વિદ્યાર્થીઓને બનવું પડ્યું હતું.
વિદ્યાર્થીઓને સુરક્ષિત કરવાના હેતુસર વેક્સીનેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. જોકે, સતત વધી રહેલા કેસને કારણે પાડોશી રાજ્યોમાં ઓફલાઈન એજ્યુંકેશન બંધ કરી દેવામાં આવ્યું છે. પણ ગુજરાતમાં હજું શિક્ષણકાર્ય ચાલું છે. ઓનલાઈન પર ફરી સ્વિચ થવામાં આવે એવા એંઘાણ દેખાઈ રહ્યા છે.

