HomeGujaratસીંગતેલ સિવાયના ખાદ્યતેલો મોંઘાદાટ, જાણી લો આ નવા ભાવ

સીંગતેલ સિવાયના ખાદ્યતેલો મોંઘાદાટ, જાણી લો આ નવા ભાવ

મગફળી-કપાસ સહિતની તેલીબીયા ચીજોનું ચિક્કાર ઉત્પાદન છતાં 2021ના વર્ષમાં ખાદ્યતેલોના મોરચો લોકોને કોઇ રાહત મળી ન હતી. વિપરીતપણે ભાવમાં વધારો થયો હતો. સીંગતેલ સિવાયના તમામ ખાદ્યતેલો વર્ષ દરમ્યાન મોંઘા બન્યા હતા. કેટલોકમાં ડબ્બાના ભાવ રૂા. 2000ની સપાટીને વટાવી હતી. સૌરાષ્ટ્રમાં સળંગ બે ખરિફ સિઝનમાં મગફળી, કપાસ, સોયાબીન, રાયડો, એરંડા સહિતની કૃષિ જણસોનો પાક મબલખ થયો હતો.

સિઝન શરુ થયા પૂર્વે લોકોને ખાદ્યતેલો સસ્તા મળવાની આશા બંધાય છે પરંતુ ભાવ ઘટવાને બદલે વધી ગયા હતા. એકમાત્ર સીંગતેલમાં ખાસ બદલાવ થયો નથી. બાકી તમામ ખાદ્યતેલ મોંઘા થયા હતા. સીંગતેલ નવા ડબ્બાનો ભાવ તા.31 ડીસેમ્બર 2020ના રોજ રૂ.2270 થી 2330 હતો. તેના તા.31 ડીસેમ્બરે 2220-2270 હતા. જો કે આ દરમ્યાન એક તબક્કે કિંમત રૂ.2500ને આંબી ગઇ હતી. કપાસયિા તેલ ડબ્બાનો ભાવ રૂ.1810-1825ના હતો. 240ના ઉછાળાથી રૂ.2050-2090 હતો. પામોલીન 1685/1690નું 1840-1845 રહ્યું હતું. જે એક તબક્કે રૂ.2200થી પણ વધી ગયો હતો. કારણ કે તેલના ડબ્બાનો ભાવ 1900-1920નાઓ 2580-2600 હતો. તેમાં 30 ટકાનો ધરખમ વધારો છે.

કોર્ન તેલ ડબ્બાનો 17-30-1580ના 1020-2030 હતા. વેપારીઓના કહેવા પ્રમાણે મોંઘવારીને કાબુમાં લેવા માટે સરકારે છેલ્લા મહિનાઓમાં સ્ટોકલીમીટ આયાત જકાત ઘટાડવા ઉપરાંત વાયદા પર પ્રતિબંધ જેવા પગલા લીધા એટલે થોડા ભાવ ઘટ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW