HomeGujaratક્રિકેટ કાસ્ટ અને સ્ટોરી બધુ દમદાર હોવા છતાં શા માટે પીટાઈ ગઈ...

ક્રિકેટ કાસ્ટ અને સ્ટોરી બધુ દમદાર હોવા છતાં શા માટે પીટાઈ ગઈ ’83’, જાણો આ કારણ

વર્ષ 1983માં ભારતીય ક્રિકેટર્સે વિશ્વકપ જીતીને એક અનોખો ઈતિહાસ બનાવ્યો હતો. આ સ્ટોરી હવે ડાયરેક્ટર કબીર ખાને સિને પદડે ઊતારી છે. કપિલ દેવના પાત્રમાં રણવીરસિંહનો એક અલગ લુક જોવા મળ્યો છે. એની એક્ટિંગના વખાણ થઈ રહ્યા છે. પણ એની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જોઈએ એટલી કમાણી કરી શકી નથી. ફિલ્મ વિવેચકો પણ આ ફિલ્મના વખાણ કરી રહ્યા છે. દર્શકો પણ પ્રશંસા કરી રહ્યા છે. છતાં કમાણીના મામલે આ ફિલ્મ સેન્ચુરી મારી શકી નથી.

કમાણીના મામલે જેટલી આશા આ ફિલ્મને લઈને રાખવામાં આવી હતી એવું થયું નથી. જોકે, આના પાછળ કેટલાક મોટા કારણો જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. જેમાંથી એક ઓમીક્રોન વેરિયંટ પણ છે. બીજી તરફ સાઉથની ફિલ્મ ‘પુષ્પા’ રીલિઝ થતા આર્થિક રીતે માઠી અસર ’83’ને થઈ છે. આ સ્થિતિ ફિલ્મ પર ભારી પડી રહી છે. આ સિવાય પણ કેટલાક કારણો ફિલ્મને અસર કરી રહ્યા છે. રણવીરસિંહની નવી ફિલ્મના એક અઠવાડિયાના ક્લેકશનના આંકડા જોઈએ તો એ આકર્ષક રહ્યા નથી. ટ્રેડ એનાલીસ્ટ તરણ આદર્શના રીપોર્ટ અનુસાર 83 કમાણીના મામલે વધવાના બદલે ગગડી રહી છે. શુક્રવારે ફિલ્મે 12.64 કરોડની કમાણી કરીને ઓપનિંગ કર્યું હતું. આ પછી શનિવારે રૂ.16.95 કરોડ અને રવિવારે રૂ.17.41 કરોડનું ક્લેકશન કર્યું છે. એ પછી ચોથા દિવસે સોમવારે ફિલ્મ માંડ રૂ.10 કરોડ સુધી પહોંચી હતી. એ પછી 7.29 કરોડનું જ ક્લેક્શન થયું હતું. ફિલ્મે ચાર દિવસમાં મુશ્કેલીથી 54.29 કરોડની કમાણી કરી છે. આ પાછળના કારણમાં એક કારણ ફિલ્મના ગીત છે. ઘણા એવા ગીત ફિલ્મમાં છે પણ દર્શકોના દિલ સુધી પહોંચી શક્યા નથી. ફિલ્મ રીલિઝ થાય એ પહેલા ‘લહરા દો’ ગીત આવ્યું પણ એ દર્શકોની પસંદ પર ખરૂ ઊતર્યું નથી.

ત્યારથી લોકોનો પ્રતિસાદ ઘટ્યો છે. બોલિવૂડમાં ગીત એ ફિલ્મનો પ્રાણ હોય છે. આ કારણે દર્શકો થિએટર્સ સુધી આવ્યા નથી. બીજી તરફ દેશમાં વધી રહેલા કોરોના વાયરસના કેસને કારણે ફરી એકવખત ભયનો માહોલ છે. જેના કારણે લોકો થિએટર્સમાં જતા ડરે છે. આ સિવાય હોલિવૂડ અને સાઉથની ફિલ્મ એક સાથે રીલિઝ થઈ હતી. સ્પાઈડમેન અને પુષ્પા જેવી ફિલ્મનો માર 83 પર પડ્યો છે. આ બંને ફિલ્મ 83 પહેલા રીલિઝ થઈ હતી. આ બંને ફિલ્મોએ બોક્સઓફિસ પર રાજ કર્યું એમ કહી શકાય. જેથી લોકો 83ને ભૂલી ગયા. જેથી આ બંને ફિલ્મનું ક્લેક્શન વધી ગયું. આ સિવાય કપિલદેવ જેવા દેખાડવા માટે રણવીરસિંહના મેકઅપ મેને જોરદાર કમર કસી છે. દૂરથી તે કપિલ દેવ જેવો જ દેખાય છે. પણ ફિલ્મની બીજી કોઈ કાસ્ટની ખાસ કોઈ મહેનત દેખાતી નથી. ક્રિકેટ પ્રેમીઓને હજું આમા કેટલીક વસ્તુ મિસિંગ દેખાઈ રહી છે. આ સિવાય પબ્લિકનો ટેસ્ટ જાણવામાં ફિલ્મ સફળ થઈ નથી.

સોશિયલ મીડિયા પર એક યુઝરે એવું લખ્યું કે, આ ફિલ્મ માટે દીપિકા JNU કે અફઘાનિસ્તાન ગઈ ન હતી. એટલે ઘણા યુઝર્સે આ ફિલ્મ ફ્લોપ થવાનું ઠીકરૂ દીપિકા પર ફોડ્યું છે. એક યુઝરે એવું પણ લખ્યું કે,રણવીરસિંહ પસંદ છે પણ ફિલ્મ એટલા માટે નથી જોઈ કારણ કે દીપિકા એન્ટી નેશનલનો સાથ આપતી હતી અને સ્ટંટ કરતી હતી.બીજાએ એવું લખ્યું કે, બોલિવૂડ પોતાનો ચાર્મ ગુમાવી રહ્યું છે. તેઓ માત્ર રીમેક અને બાયોપિક બનાવે છે. 83 એક ડોક્યુમેન્ટ્રી જેવી ફિલ્મ છે કોણ જોવા જશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW