ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે વરસાદને કારણે મેચ ધોવાઈ ગઈ હતી. હેવ ટીમ ઈન્ડિયા કોઈ મોટો સ્કોર ઊભો કરીને સાઉથ આફ્રિકા સામે પડકાર ઊભો કરવાના મુડમાં છે. પણ આ રજા દરમિયાન કેટલાક ખેલાડીઓ મોજ મસ્તી કરતા જોવા મળ્યા છે. બીજા દિવસના અંતે ભારતનો સ્કોર ત્રણ વિકેટ પર 272 રન રહ્યો હતો. જેમાં રાહુલે 122 અને અજિંક્ય રહાણેએ 40 રન કર્યા છે

બીજા દિવસે વરસાદને કારણે મેચ ધોવાઈ ગઈ હતી. મેચ રદ્દ થયા બાદ ભારતીય ખેલાડીએ ટાઈમ પાસ કરવા માટે અલગ પ્રયોગ કર્યો હતો. આ અંગેને વીડિયો ભારતીય ક્રિકેટ બોર્ડે શેર કર્યો છે. જેમાં અશ્વિન અને શાર્દુલ ઠાકુર એકબીજા સાથે રસપ્રદ વાતો કરી રહ્યા છે. આ દરમિયાન બંને ખેલાડીઓના ડાન્સ મુવથી લઈને સાઉથ આફ્રિકા ટુર પર પોતાના અનુભવ શેર કરી રહ્યા છે. શાર્દુલ કહે છે કે, હું સાઉથ આફ્રિકામાં એન્જોય કરી રહ્યો છું. આ મારી પહેલી ટુર છે. પણ આ પહેલાની ઘણી યાદ મારી મેમરીમાં છે.આ પહેલા મને એક વન ડે રમવાનો ચાન્સ મળ્યો હતો. જેમાં મે ચાર વિકેટ પણ ખેરવી હતી. આ સિવાય સેન્ચુરિયનમાં જ T20માં ઈન્ટરનેશનલ મેચ ડેબ્યુ કર્યું હતું. જ્યારે અશ્વિને કહ્યું કે, ડાન્સ મારા સિલેબસની બહાર છે. હું મારી જાતને જોઈને એ વિચારું છું કે, હું કોઈ ખાસ રીતે ડાન્સ કરી રહ્યો છું. પણ હું એવું બિલકુલ ન કરી શકું. આ સાથે મજાકના મુડમાં એવું પણ કહ્યું કે, કદાચ એક્ટર વિજય મારાથી પ્રેરીત થયા હશે. એ પછી એની આદત પડી ગઈ. પોતાની સગાઈને લઈને શાર્દુલે કહ્યું કે, હું ઘણા સમયથી આનું પ્લાનિંગ કરી રહ્યો હતો. પણ છેલ્લા 15 મહિનાથી ખૂબ જ વ્યસ્ત છું. ક્રિકેટ શેડ્યુલ રહ્યો છે.
On an otherwise gloomy day in Centurion, here's something to brighten up your feed 👌🙂
— BCCI (@BCCI) December 27, 2021
Of dance moves, comebacks and more – here's a fun Walk & Talk, featuring @ashwinravi99 & @imShard. 👍 👍 – By @28anand
Full video 🔽 #TeamIndia #SAvINDhttps://t.co/3GKonIoqWb pic.twitter.com/LwR8ndGjLC
ખૂબ ટ્રાવેલ કરવું પડે છે. પણ ભારતીય ક્રિકેટ બોર્ડનો આભારી છું. જેણે મને ન્યૂઝીલેન્ડ સામે રમવા માટેનો ચાન્સ આપ્યો. પણ મને એવું લાગે છે કે, આ સગાઈ કરવાનો યોગ્ય સમય છે. ક્રિકેટની સાથે અંગત જીવન પણ એટલું જ મહત્ત્વનું હોય છે. જ્યારે અશ્વિને કહ્યું કે, સાઉથ આફ્રિકાની ટુરમાં મારા ઘણા હરીફ રહ્યા છે. આ પહેલા અમે સારૂ રમ્યા પણ સીરિઝ હારી ગયા હતા. અમારી પાસે એક એવા વ્યક્તિનો અભાવ હતો તે અમને પુશ કરી શકે. પુલ કરી શકે. એક એવો ખેલાડી જે શોર્ટ બોલ પણ મેદાનની બહાર ફટકારી શકે. તમે આ ઈંગ્લેન્ડમાં કર્યું અને ઓસ્ટ્રેલિયામાં પણ કર્યું. આ જ યોગ્ય સમય છે જે આફ્રિકામાં રમી શકાય. આનો જવાબ આપતા શાર્દુલે એવું કહ્યું કે, હું આના માટે રાહ જોવ છું. મને આશા છે કે, સાઉથ આફ્રિકામાં પણ બેસ્ટ આપીશ. એક ટીમ તરીકે મારા માટે બે ટુર સૌથી સફળ રહી છે. બીજા પ્લેયરની જેમ મને પણ મારો ગેમ પ્લાન બનાવવો ગમે છે. જ્યારે હું મેદાન પર ઊતરૂ છું ત્યારે મારા માટે આત્મવિશ્વાસ જ બધુ હોય છે.

