HomeGujaratમોરબીમાં કોરોનાની એન્ટ્રી 16 વર્ષના છાત્ર સહિત 2 લોકો કોરોના પોઝીટીવ

મોરબીમાં કોરોનાની એન્ટ્રી 16 વર્ષના છાત્ર સહિત 2 લોકો કોરોના પોઝીટીવ

રાજ્યભરમાં કોરોના મહામારીની ત્રીજી લહેરના એધાણ વચ્ચે અલગ અલગ જિલ્લામાં ઓમીક્રોન વેરિયર્સના કેસ પણ સામે આવી રહ્યા છે મોરબીમાં દિવાળી બાદથી એકલ દોકલ કેસ સામે આવતા હતા.જોકે મંગળવારે એક સાથે બે દર્દીના કોરોના પોઝીટીવ સામે આવ્યા હતા આ 2 કેસમાં પણ એક દર્દી માત્ર 16 વર્ષનું બાળક છે આ બાળક મોરબી એક ખાનગી શાળામાં આભ્યાસ કરતું હોવાનું સામે આવ્યું છે.

તો બીજો કેસ 41 વર્ષના પુરુષનો સામે આવ્યો છે.41 વર્ષના પુરુષે વેકસીનના બન્ને ડોઝ લીધેલા હોવાથી હાલ તેમની તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસ બન્નેમાંથી એકની પણ છેલ્લા દિવસોમાં ટ્રાવેલ હિસ્ટ્રી પણ સામે આવી નથી

મોરબીની એક ખાનગી શાળામાં 16 વર્ષના બાળકનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ સક્રિય બની હતી અને શાળામાં અન્ય વિધાર્થીઓના તેમજ શાળાના સ્ટાફના પણ સેમ્પલ ટેસ્ટ લેવાની તજવીજ હાથ ધરી છે બુધવારે શાળામાં બાળકના સંપર્કમાં આવેલ વિદ્યાર્થી અને શિક્ષકોના સેમ્પલ ટેસ્ટ હાથ ધરવામાં આવશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW