તુર્કીની રહેવાસી 20 વર્ષની યુવતીએ દરિયાદિલી દેખાડીને એક યુવાન સાથે લગ્ન કરી લીધા છે જેણે એના પર એસિડ ફેંક્યું હતું. આ યુવાને એના મોઢા પર એસિડ ફેંક્યું હતું. આ ઘટના બાદ 20 વર્ષની યુવતીને માત્ર 30 ટકા જે દેખાઈ રહ્યું છે. આ યુવતીની લોકો સોશિયલ મીડિયા પર ટિકા કરી રહ્યા છે. તેમણે એવું કહ્યું કે, તે આવું મારી સાથે ન કરવું જોઈએ. યુવતીનું નામ બેરાફિન ઓજેક છે. જે યુવાન સાથે લગ્ન કર્યા છે એનું નામ ઓજન સેલ્ટી છે.
રીપોર્ટ અનુસાર બેરાફિન પર વર્ષ 2019માં એસિડથી હુમલો થયો હતો. બંને એકબીજા સાથે રીલેશનશીપમાં હતા. બંને વચ્ચે તકરાર થઈ એ પછી બેરાફિને પર હુમલો થયો હતો. આ મામલે યુવકને 13 વર્ષ 6 મહિનાની જેલની સજા થઈ હતી. પણ કાયદામાં બદલાવને કારણે તે જેલમાંથી ઓછા સમયમાં બહાર આવી ગયો હતો. યુવકને કોરોના વાયરસને કારણે જેલના નિયમમાં ફેરફાર કરાયા એટલે ઝડપથી છૂટો કરી દેવામાં આવ્યો હતો. યુવક કાસિમ નામથી ઓળખાય છે.

કાસિમે યુવતી પર હુમલો કરતા પહેલા એવું કહ્યું હતું કે, જો યુવતી એની ન થઈ શકે તો તે એને બીજા કોઈની થવા દેશે નહીં. આ ઘટના બાદ યુવતીએ હોંશ આવ્યો ત્યારે એની આપવીતિ સામે આવી હતી. ત્યાર બાદ બોયફ્રેન્ડને કાયદેસરની સજા મળી હતી. એની સામે કેસ પણ થયો હતો. પોલીસે એની ધરપકડ કરીને કાયદેસરના પગલાં લીધા હતા. બોયફ્રેન્ડને પછી એવો અહેસાસ થયો કે, જે થયું એ ખોટું થયું. એ પછી યુવકે અનેક વખત યુવતીની માફી માગી હતી. અનેક મેસેજ પણ કર્યા હતા. એ પછી યુવતીએ પોતાની ફરિયાદ પાછી ખેંચી લીધી હતી.
યુવતીના પિતાએ કહ્યું કે, આ અંગે મને કોઈ પ્રકારની જાણકારી નથી. આ મામલે વર્ષો સુધી યુવતીએ કાયદાકીય લડત લડી હતી. પછી બધુ બરબાદ થઈ ગયું હતું. પણ યુવતીએ લગ્નનો જે નિર્ણય લીધો એને લઈને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની ચર્ચા થઈ રહી છે. અનેક લોકો સોશિયલ મીડિયા પર એની ટિકા કરી રહ્યા છે. પણ યુવતીએ હજુ સુધી આ અંગે કોઈને એક પણ મુદ્દાનો રીપ્લાય આપ્યો નથી. એક યુઝરે એવું પણ લખ્યું કે, માફી માગી લેવાથી ગુનો થયો એ મટી જવાનો નથી. મને એવું લાગે છે કે, એક કે બે મહિનામાં આ લગ્ન ખતમ થઈ જશે. યુવતીએ એ જ યુવાન સાથે લગ્ન કર્યા જેણે એના પર એસિડ ફેંક્યું હતું.

