HomeGujaratમાળિયાના શિક્ષકો પડતર પ્રશ્નને લઇ ધરણા વિવિધ મુદ્દે રજુઆત

માળિયાના શિક્ષકો પડતર પ્રશ્નને લઇ ધરણા વિવિધ મુદ્દે રજુઆત

રાજ્યભરમાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોના પડતર પ્રશ્નો મુદે ઘણા વર્ષોથી સરકાર ઉદાસીન વલણ દાખવી રહી છે આ બાબતે શિક્ષકો દ્વારા અનેક વાર રજૂઆત કરી તમેજ ધરણા કાર્યક્રમ કર્યા હતા તેમ છતા સરકાર દ્વારા તેમની માગણી મુદે સરકાર કોઈ નક્કર કાર્યવાહી કરતી ન હોવાથી શિક્ષકોમાં રોષની લાગણી પ્રસરી ગઈ છે. ત્યારે માળિયા મીયાણા તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘ સાથે જોડાયેલા શીક્ષકો તાલુકા શિક્ષણ અધિકારી કચેરી બહાર ધરણા કર્યા હતા અને સરકારની આન્યાયકારી નીતિ વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યો હતો .બાદમાં તાલુકા શિક્ષણ અધિકારીને આવેદન પત્ર આપી 2006 થી જૂની પેન્સન સ્કીમ લાગુ કરવાની માંગણી કરી છે

શિક્ષકો દ્વારા સરકારને કરવામાં આવેલી રજુઆતમાં જૂની પેન્સન યોજના લાગુ કરવા સાતમાં પગાર પંચનો સમાન લાભ આપવા અલગ અલગ રાજ્યમાં કરાર આધારિત ફરજ બજાવતા શિક્ષકો નિયમિત કરવાની ખાતરી આપવા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 શીક્ષક વિરોધી જોગવાઈ દુર કરવાની માગણી પણ કરાઈ છે.આ ઉપરાંત એસ.પી.એલ રજા બાબતે નિર્ણય લેવો, 27-04-2011 પહેલા ભરતી થયેલા શિક્ષકોને નિવૃત્તિ સામે કાયમીના આદેશ થવા, 10 વર્ષના બોન્ડમાં ભરતી થયેલા સિક્ષકોની બોન્ડની મર્યાદા ઘટાડવા બાબત, એચ. ટાટ તથા પ્રાથમિક શિક્ષકોની મહેકમના સેટઅપની સંખ્યા સુધારવા બાબત, બદલીના નવા નિયમો ઝડપથી બહાર પાડવા અને બદલી થયેલ શિક્ષકોને 100 ટકા છૂટા કરવા બાબત, કોરોનાના કારણે સી.સી.સી પરીક્ષા લેવાયેલ ન હોય તો સી.સી.સી. પરીક્ષા માટે તા. 31-12-2020 પછી મુદ્દતમાં વધારો કરવા બાબત. જેવી માંગણીઓનું નિરાકરણ લાવવા રજૂઆત કરાઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW