મોરબી નગરપાલિકા વિસ્તારમાં આડેધડ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. આ હોર્ડિંગનું પાલિકા છેલ્લા ઘણા વર્ષીથી કોઈ પણ પ્રકારનું ભાડું વસુલાત કરતી ન હતી આ ઉપરાંત ઘણા બધા એવા હોર્ડિંગ પણ હતા જેમની હોર્ડિંગ મુકવાની મુદત પણ પૂર્ણ થઈ ચૂકી હતી અને પાલિકા દ્વારા તેને ઉતારી લેવા નોટીસ પણ આપવામાં આવી હતી તેમ છતાં આવી રીતે હોર્ડિંગ ઉભા કરવામાં આવ્યા હતા જોકે લાંબા સમય બાદ જાગેલા પાલિકા તંત્ર દ્વારા આજે હોર્ડિંગ હટાવવાની ઝુંબેશ કામગીરી હાથ ધરી હતી.વહેલી સવારથી પાલિકાની ટીમ દ્વારા ગાંધીચોક વિસ્તારમાં હોર્ડિંગ ઉતરવાની કામગીરી હાથ ધરી હતી.અને સાંજ સુધીમાં પાલિકા દ્વારા 50 જેટલા નાના મોટા હોર્ડિંગ ઉતારી પાડ્યા હતા. પાલિકા દ્વારા આગામી 2 દિવસ સુધી હોર્ડિંગ ઉતારવાની ઝુંબેશ ચલાવશે અને અલગ અલગ વિસ્તારમાં લાગેલ હોર્ડિંગ દૂર કરવામા આવી હતી.

