HomeGujaratલેબમાં બોઈલર ફાટતા આગ, દોઢ કિમી સુધી ઈમારતના કાચ તૂટ્યા, બેનાં મોત

લેબમાં બોઈલર ફાટતા આગ, દોઢ કિમી સુધી ઈમારતના કાચ તૂટ્યા, બેનાં મોત

મહાનગર વડોદરા શહેરમાંથી બોઈલર ફાટવાની ઘટના સામે આવી છે. વડોદરાના મકરપુરાની GIDCની કેન્ટોન લેબોરેટરીઝમાં શુક્રવારે સવારે બોઇલર ફાટતા શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. જેના કારણે એકાએક આગ ફાટી નીકળી હતી. આ બોઇલરની નીચે દબાઇ જવાથી બે કામદારના મોત થયા છે. જ્યારે આ ઘટનામાં બાળકો સહિત 14 કામદારોને ગંભીર ઈજા થઈ છે. બ્લાસ્ટના પગલે કંપનીમાં ઘડીના છઠ્ઠા ભાગમાં દોડધામ મચી ગઇ હતી.

આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે લઇ જવા એમ્બ્યુલન્સ સમયસર નહીં પહોંચતા કામદારો સહિત બાળકો રઝળી પડ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી ગઇ હતી. આ આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. બોઇલર નીચે કામદારો દબાયેલા હોવાની આશંકાને પગલે ફાયર બ્રિગેડે કાળમાળ દૂર કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી. કેન્ટોન લેબોરેટરીઝ કંપની પરિસરમાં કામદારોના રહેવા માટે નાનકડી વસાહત પણ બનાવવામાં આવી છે. વાસહતની બિલકુલ નજીક જ બોઇલર ફાટ્યું હતું.

જેના કારણે બે કિમીના વિસ્તારમાં આવેલી ઈમારતના કાચ તૂટી ગયા હતા. નાના બાળકો સહિત પરિવારજનો પણ ગંભીર રીતે ઇજા થતા તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે, આસપાસના ઉદ્યોગો હચમચી ઉઠ્યા હતા. કંપનીની બાજુમાં આવેલી વસાહતની દીવાલો પણ તૂટી ગઇ હતી. ફાયર સ્ટેશનના અધિકારી નિકુંજ આઝાદે એવું જણાવ્યું હતું કે, કંપનીએ ગેરકાયદેસર રીતે બોઇલરની બાજુમાં ઘર બનાવ્યા છે. ઘરમાં કામદારો અને તેમના પરિવાર રહે છે. બોઇલર વધુ ગરમ થતાં અને ટેમ્પરેચર પ્રોપર મેઇન્ટેઇન ન થતાં બોઇલર ફાટ્યા હોવાનું અનુમાન છે.

કંપનીમાં વીજ પુરવઠો પણ કાપી નાંખવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા આસપાસમાંથી લોકો પણ એકઠા થઈ ગયા હતા. પોલીસને જાણ કરવામાં આવી હતી. બોઈલરમાં નીચે દબાઈ જવાના કારણે બે વ્યક્તિઓના મોત થયા છે. ફાયર વિભાગે ક્રેઈનની મદદથી બંનેને બહાર કાઢ્યા હતા. જોકે, આ પહેલા પણ ઘોઘંબાની કંપનીમાં આવો જ બ્લાસ્ટ થતા નાસભાગ મચી ઈ હતી. જેના કારણે લોકમાં ભયનો માહોલ હતો. આ જ માહોલ ફરી વડોદરામાં જોવા મળ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW