ગુજરાતમાં હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવા મામલે રાજ્ય સરકાર પર કોંગ્રેસ આકરા પ્રહાર કરી રહ્યો છે. રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર સત્તા પર આવી એને 100 દિવસ પૂરા થયા છે. જેને ધ્યાને લઈને વિપક્ષે આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસે આ મામલે એક પત્રકાર પરિષદ યોજી સરકાર પર શાબ્દિક હુમલા કર્યા છે. વર્ષ 2017માં આવેલી ભાજપની ભ્રષ્ટ રૂપાણી સરકારના રાજમાં ગેરરીતિ થઈ છે. કોરનાકાળમાં રૂપાણી સરકારની મોટી બેદરકારી સામે આવી છે.
હવે ભૂપેન્દ્ર પટેની સરકારને 100 દિવસ પૂરા થયા છે. પણ ઘણા લોકો હજુ સુધી એવી ખબર નથી કે રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? આવા શાબ્દિક પ્રહાર કોંગ્રેસે કર્યા છે. નવી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં 100 દિવસમાં જો કોઈ મોટી સિદ્ધિ હોય તો હેડક્લાર્કનું પેપરલીક છે. કોઈ તપાસ પહેલા જ ગૌણસેવા પસંદગી મંડળના આસિત વોરાને ક્લિન ચીટ આપી દેવામાં આવી છે. જો પોલીસ એલર્ટ હોત તો પેપર ફૂટ્યું ન હોત. પેપરલીક કેસમાં મોટા મગરમચ્છ ન પકડાય એ જ ભાજપ સરકારની સિદ્ધિ છે. મુખ્યમંત્રી ગૌણસેવા પસંદગી મંડળના અધ્યક્ષ સાથે બેઠક કરે છે.

પુરાવા હતા કે, ભાજપના મળતીયાને બચાવવાનું લીસ્ટ હતું કોણ જાણ? કોંગ્રેસ તરફથી રેલી કાઢવામાં આવે છે એ પહેલા જ પોલીસ આવીને કાર્યકર્તાઓની અટકાયત કરી નાંખે છે. જો પોલીસ આટલી પહેલાથી જ એલર્ટ હોત તો સૂર્ય પ્રિન્ટિગ પ્રેસમાંથી પેપર ફૂટ્યું ન હોત. ભૂપેન્દ્ર પટેલની સરકારનું રીમોટ સુરત અથવા હેલિકોપ્ટરમાં હોય છે. ભૂપેન્દ્ર પટેલ જે વાતો કરે છે એ બધા મુદ્દાઓ સુરતથી નક્કી થાય છે. નવી સરકાર જૂનો સિલસિલો યથાવત રાખ્યો છે. નામ ખાલી બદલાયું પણ કામ યથાવત છે. કોંગ્રેસ પ્રવક્તાએ આ બધા મુદ્દાઓને લઈને આકરા પ્રહાર કર્યા છે. ભાજપના આ શાસનકાળમાં કુપોષણ અને બેરોજગારીની સંખ્યા વધી ગઈ છે.
ભાજપ સરકારની નીતિ કોઈ યુવનોને ન્યાય આપવાની નથી. હવે ગુજરાત સરકાર નદી દિવસ મનાવવા માટે જઈ રહી છે. જોકે, આ વિષયમાં તો કેન્દ્ર સરકારે જ કહ્યું છે કે દેશની સૌથી પ્રદુષિત નદીઓમાં ગુજરાતની નદીઓ છે. ભાજપ સરકારના પાપે નદીઓનું પાણી પીવા લાયક રહ્યું નથી. તેમ છતાં ઉજવણી નદી દિવસની થાય છે. જોકે, એક બાજું કોરોના વાયરસના અને ઓમીક્રોનના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. એવામાં ઉજવણીને લઈને ફરી એક વખત લોકોમાં પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે.

