HomeGujaratઓપો બાદ આ મોબાઇલ કંપનીઓ ITના રડારમાં,15 જગ્યાએ તપાસ

ઓપો બાદ આ મોબાઇલ કંપનીઓ ITના રડારમાં,15 જગ્યાએ તપાસ

 ઈન્કમટેક્સ વિભાગે બુધવારે દેશભરમાં ચાઈનીઝ મોબાઈલ કંપનીઓ શાઓમી, વનપ્લસ અને ઓપ્પોના ઠેકાણા અને તેની સાથે જોડાયેલી સંસ્થાઓ પર દરોડાની કાર્યવાહી કરી છે. સૂત્રો મુજબ, દિલ્હી, એનસીઆર સહીતદેશના ઘણાં રાજ્યમાં ચાઈનીઝ મોબાઈલ બનાવનારી કંપનીઓ સાથે જોડાયેલી સંસ્થાઓ પર દરોડા પાડયા છે. તેમના પર કરચોરીનો આરોપ છે.

 શાઓમી, વનપ્લસ અને ઓપ્પોના દિલ્હી, એનસીઆર અને કર્ણાટકના 15 પરિસરોની તલાશી હાથ ધરાય છે. તલાશી અભિયાન ગુપ્ત આવક અનેકર ચોરી પર ઈન્ટેલિજન્સ ઈનપુટ્સના આધારે હાથ ધરાયું છે. રિપોર્ટ્સ પ્રમાણે, ચીની મોબાઈલ કંપનીઓના ડિસ્ટ્રીબ્યૂશન પાર્ટનર્સ, કોર્પોરેટ કાર્યાલય, ગોદામો અને મેન્યૂફેક્ચરર્સના ઠેકાણા પર દરોડા હજીપણ ચાલુ છે. તેની વધારે જાણકારી સામે આવી નથી. આ વર્ષે ઓગસ્ટમાં ચીની ટેલિકોમ ઈક્વિપમેન્ટ બનાવનારી કંપની ZTEના ઠેકાણાઓ પર પણ રેડ પાડવામાં આવી હતી. આ દરમિયાન ઈન્કમટેક્સ વિભાગને કરચોરીની ભાળ પણ મળી હતી.આ સિવાય મોબાઈલ ફોન બિઝનસ, લોન એપ્લિકેશન અને ટ્રાન્સપોર્ટ બિઝનેસ સાથે જોડાયેલી ચીની ફર્મ પર પણ તાજેતરમાં જ દરોડા પાડવામાં આવ્યા હતા. દરાડોની આ કાર્યવાહી કેન્દ્રીય તપાસ એજન્સીઓએ કરી હતી.

ગ્રેટર નોઈડામાં ચીનની મોબાઈલ કંપની ઓપ્પો ખાતે બુધવારે સવારે ઈન્કમટેક્સનો દરોડો પડયો છે. ઓફિસ ખુલવાની થોડીક વારમાં એટલે કે 11 વાગ્યે ટીમ ત્યાં પહોંચી હતી. ઓફિસની બહાર મોટી સંખ્યામાં પોલીસ ફોર્સની તહેનાતી કરાય છે. ટીમે હાલ કોઈના પણ ઓફિસની અંદર-બહાર જવા-આવવા પર રોક લગાવી દીધી છે. ટીમ કંપનીના અધિકારીઓની હાજરીમાં દસ્તાવેજોની તપાસ કરી રહી છે. સૂત્રો મુજબ, ઈન્કમટેક્સ વિભાગે ઓપ્પો કંપની દ્વારા ટેક્સ ચોરી અને સ્થાનિકોને રોજગાર આપવામાં ધાંધલી કરાય રહી છે. હાલ આના સંદર્ભે કોઈપણ પ્રકારની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW