અર્જૂનભાઈ મોઢવાડિયાએ માહિતી ખાતાની ભરતીમાં થયેલી ગેરરીતી મુદ્દે પત્રકાર પરિષદ યોજી. તેમણે આરોપ લગાવ્યો કે આ નવું ભરતી કૌભાંડ કમલમ પ્રેરિત છે. અર્જૂનભાઈ મોઢવાડિયાએ કહ્યું કે આખા દેશમાં ક્લાસ 1 અને ક્લાસ 2ની ભરતી કરવાની હોય તો ભારતના અને આપણા રાજ્યોના કાનૂન મુજબ ભારત સરકાર યૂનિયન પબ્લિક સર્વિસ કમિશન મારફતે ભરતી કરે છે અને રાજ્યો હોય તો રાજ્યોના પબ્લિક સર્વિસ કમિશન મારફતે ભરતી કરવાની હોય છે. અત્યાર સુધી આ પ્રક્રિયા જળવાઈ છે અને કાયદા મૂજબ ક્લાસ 1-2ની ભરતી પબ્લિક સર્વિસ કમિશન મારફતે જ કરાવવામાં આવે છે, બાકીની રીતે કાયદો સુધાર્યા વગર આવી ભરતી કરવામાં આવે તો ભરતી સંપૂર્ણપણે ગેરકાયદેસર ઠરે છે.
આ મામલે આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, ‘મધ્ય પ્રદેશના વ્યાપમથી લઈને ગુજરાતમાં વ્યાપક ભરતી કૌભાંડના સીલસીલામાં એક નવું ભરતી કૌભાંડ તમારી સમક્ષ લાવ્યો છું. આખા દેશમાં જે ક્લાસ 1-2 અધિકારીઓની ભરતી કરવાની હોય તો ભારતના અને રાજ્યના કાયદા મુજબ UPSC અને ગુજરાતમાં GPSC હેઠળ ભરતી કરવાની હોય છે. અત્યાર સુધીમાં આ પ્રક્રિયા જળવાઈ છે અને કાયદા મુજબ, ક્લાસ 1-2 પછી તે આરોગ્ય વિભાગના અધિકારી હોય, કે કોઈપણ ક્ષેત્રની ભરતી તેના હેઠળ કરાઈ છે. જો આ સિવાય ભરતી કરવામાં આવે તો તે ભરતી સંપૂર્ણ ગેરકાયદેસર ઠરાય છે. પહેલીવાર એવું બન્યું કે જે માહિતી અધિકારી હોય, ક્લાસ-1, 2 અને 3ની ભરતી પ્રક્રિયા GPSC જેવી પ્રતિષ્ઠિત સંસ્થાને આપવાના બદલે સરકારે એક ભરતી સમિતી બનાવી. જેનો ઈરાદો કમલમમાંથી આવતા લિસ્ટ મુજબ મળતીયાને ભરતી કરવામાં આવે.’

વર્ગ-1 માં 8 અને વર્ગ 2 માં 15 અધિકારીઓની ભરતી થવાની હતી. રાજ્ય સરકારના બદલે ખાનગી કંપનીને હાયર કરી પરીક્ષા લેવાઈ હતી. મળતિયા લોકોએ જ પરીક્ષા લીધી છે. 3 નિવૃત્ત કર્મચારીઓને ભરતી કમિટીમાં મૂકાયા છે. પણ કમિટીના ચેરમેન ઇન્ટરવ્યુમાં હાજર ના રહ્યા. પસંદગીમાં અનામતના ધોરણોનું ઉલ્લંઘન કરાયું છે. નિવૃત અધિકારીઓએ મનગમતા ઉમેદવારોને જ વધુ માર્ક્સ આપ્યા છે. કમલમમાંથી લિસ્ટ મળ્યું હતું તેઓને અને રૂપિયા આપ્યા હતા એ ઉમેદવારોને લિસ્ટ સામેલ કરાયા હતા. ડિપાર્ટમેન્ટ પરીક્ષામાં 2 વાર નાપાસ થયેલા કલાસ-1 ની પરીક્ષામાં બીજા નંબર પર રખાયા હતા. ભરતી, ભ્રષ્ટચાર અને ભાજપના સગા ભાઈ-બહેન જેવા સંબંધો છે. હવે ગુજરાતના લોકોને પરીક્ષા પદ્ધતિમાં વિશ્વાસ નથી રહ્યો. સાથે જ કોંગ્રેસ માહિતી ખાતાની સમગ્ર ભરતી રદ કરવા માંગ કરી છે. તમામ પરીક્ષાઓ પબ્લિક સર્વિસ કમિશન લે અને પરીક્ષાની જગ્યાવાળા સીસીટીવી જાહેર કરવા કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ.
અનામતની જોગવાઈઓ રફેદફે કરવામાં આવી વધુમાં તેમણે કહ્યું કે, 33 ટકા અનામત મહિલાઓ માટેની હતી 27.5 ટકા અનામત ઓબીસી માટેની હતી, 14 ટકા અનામત એસસી અને એસટી માટેની હતી અને 10 ટકા અનામત એસઈબીસી માટેની હતી. આ અનામતની જોગવાઈઓને પણ સંપૂર્ણપણે રફેદફે કરવામાં આવી.મરજી મુજબ તેમણે અનામતનો રેશિયો જાળવ્યા વગર મેરિટ લિસ્ટ બનાવી દેવામાં આવ્યું. પેનલમાં હાજર ત્રણ અધિકારીઓ સામે ગંભીર પ્રકારના આરોપો લાગ્યા હોવાનો પણ અર્જૂનભાઈ મોઢવાળિયાએ દાવો કર્યો છે. આગળ તેમણે કહ્યું કે, ઈન્ટર્વ્યૂમાં 100 માર્ક્સ આપવાના હતા, જેમને લેખિતમાં સૌથી વધુ માર્ક્સ હતા તેમને ઈન્ટર્વ્યૂમાં ઘણા ઓછા માર્ક્સ અપાયા. પણ લેખિત પરીક્ષામાં જેના સૌથી ઓછા માર્ક્સ હોય તેવા ઉમેદવારને 70 માર્ક્સ અપાયા. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન એવી છે કે લેખિતમાં તમને 80 માર્ક્સ આવ્યા હોય તો ઇન્ટરવ્યૂ નું વેઈટેજ માત્ર 20 ટકાનું હોવું જોઈએ. એને બદલે તેનું વેઈટેજ વધારવામાં આવ્યું.ઉદાહરણ આપતાં અર્જૂનભાઈ મોઢવાડિયાએ કહ્યું કે, ઈન્ટર્વ્યૂના ક્રમ 22ના ઉમેદવારને લેખિતમાં 197 છે અને ઈન્ટર્વ્યૂમાં હાઈએસ્ટ 70 માર્ક્સ આપ્યા છે. જ્યારે 24મા ઉમેદવારને પણ એ પ્રકારે જ માર્ક આપવામાં આવ્યા છે. જ્યારે મોટાભાગના ઉમેદવારોને 20-30 માર્ક્સ જ આપવામાં આવ્યા છે. બ્રિજ ધરસાઈ થવા અંગે પણ અર્જુન મોઢવાડીયાએ નિવેદન આપ્યું છે.ભાજપનો વિકાસ ગાંડો થયા બાદ હવે હડકાયો થયો છે.પહેલા રસ્તાઓમાં ખાડા પડતા હતા હવે ખાડામાં રોડ અને બ્રિજ પણ પડે છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે જેલની સજા ની જોગવાઈ થવી જોઈએ.
રાજકોટમાં ABVPના કાર્યકર્તાઓએ કાયદાને રોડ પર રેસ કરાવી હતી. વિદ્યાર્થી નેતાઓએ રેલીમાં સરેઆમ ટ્રાફિકના નિયમોની ઐસી કી તૈસી કરી નાંખી હતી. સતત ટ્રાફિકથી ધમધમતા રાજકોટના યાજ્ઞિક રોડ પર ખુલ્લેઆમ રોંગ સાઈડમાં એબીવીપીના કાર્યકર્તાઓએ કાર હંકારી હતી. એટલુ જ નહિ, કોટેચા ચોકમાં રસ્તા વચ્ચે કાર ઉભી રાખી ચક્કાજામ કર્યો હતો. ABVPના કાર્યકર્તાઓની મનમાનીથી વાહન ચાલકો પણ પરેશાન થયા હતા.ત્યારે ABVP ની રેલીના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એબીવીપીના વિદ્યાર્થી નેતાઓ રેલીમાં સરેઆમ ટ્રાફિક નિયમોનો ઉલાળ્યો કરતા જોવા મળ્યાં. એબીવીપીની રેલી નીકળી હતી ત્યારે વિદ્યાર્થી નેતાઓની જીપ યાજ્ઞિક રોડ પર ડિવાઈડર ટપાડી રોંગ સાઈડમાં બેફામ રીતે હંકારી હતી. જેને કારણે રોંગ સાઈડમાં આવતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા. એટલુ જ નહિ, કોટેચા ચોકમાં રોડ વચ્ચે કાર ઉભી રાખીને ટ્રાફિક જામ પણ કરાવ્યો હતો. ત્યારે કોંગ્રેસની રેલી ને મંજૂરી ના મળવા અંગે અર્જુન મોઢવાડીયા નું નિવેદન સામે આવ્યું છે,જે પાર્ટીના પ્રમુખ માજી બુટલેગર હોય એની પાસે શું અપેક્ષા રખાય,સી આર પાટીલ કે ભાજપની રેલીને મંજૂરી મળે છે.ABVP રોંગ સાઈડમાં રેલી યોજી શકે છે.અમને રેલી યોજવા મંજૂરી નથી મળતી.કોંગ્રેસ કાર્યાલય બહાર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.તેમજ રોંગ સાઈડમાં જનાર સામે ગુનો નોંધવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.


