HomeGujaratIFSની પરીક્ષા ફેબ્રુમાં લેવાશે,ઓનલાઇન ફોર્મ ભરવા માટે હવે એક સપ્તાહનો જ સમય

IFSની પરીક્ષા ફેબ્રુમાં લેવાશે,ઓનલાઇન ફોર્મ ભરવા માટે હવે એક સપ્તાહનો જ સમય

અમદાવાદ, મંગળવાર

   યુનિયન પબ્લિક સર્વિસ કમિશને આઈએફએસ મુખ્ય પરીક્ષા 2021 માટેના અરજી ફોર્મ બહાર પાડ્યા છે. એમની સત્તાવાર વેબ સાઇટ upsc.gov.in પરથી આ અરજી ફોર્મ ઉમેદવારો મેળવી શકે છે. તમામ સફળ ઉમેદવારો દ્વારા આગામી 27મી ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. ભારતીય વન સેવા પરીક્ષા 2021ની મુખ્ય પરીક્ષા 27 ફેબ્રુઆરી 2022થી લેવામાં આવશે. આ પરીક્ષા હૈદરાબાદ , કોલકાતા, લખનૌ , નાગપુર, ભોપાલ, ચેન્નાઈ, દિલ્હી, દિસપુર (ગુવાહાટી), પોર્ટ બ્લેર અને શિમલા ખાતે લેવાશે. પરીક્ષા સંબંધિત ફી એસબીઆઈની કોઈપણ શાખામાં રોકડ દ્વારા અથવા એસબીઆઈની નેટ બેંકિંગ સુવિધાનો ઉપયોગ કરીને જમા કરાવી શકાય છે. આ ઉપરાંત, વિઝા માસ્ટર / રૂપી ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને ચુકવણી કરી શકાય છે.

   યુપીએસસીની ભારતીય વન સેવા (મુખ્ય) પરીક્ષા 2021 માટે અરજી કરનારા ઉમેદવારોએ 200 રૂપિયાની ફી ચૂકવવાની રહેશે. જ્યારે સ્ત્રી / SC /ST/PWBD ઉમેદવારોને ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે. તમામ ઉમેદવારોએ વિગતવાર અરજી ફોર્મ (ડીએએફ) સાથે જરૂરી શૈક્ષણિક લાયકાત પાસ કરવાના દસ્તાવેજો પણ અપલોડ કરવાના રહેશે. આમ કરવામાં નિષ્ફળ ગયેલા ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે નહીં એમ કમિશને જણાવ્યું હતું. (તસવીર પ્રતિકાત્મક છે)

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW