મોરબી જીલ્લાની સૌથી મોટી અને હાઇપ્રોફાઇલ ગ્રામ પંચાયતમાં જેની ગણતરી થઇ રહી છે તેવી રવાપર ગ્રામ પંચાયતનું અંતે પરિણામ જાહેર થયું છે અહી કુલ ૬ ઉમેદવારો વચ્ચે જંગ જામી હતી જેમાંથી નીતિન ભટ્ટાસણાએ અંતે મેદાન માર્યું હતું અને 734 મતની લીડથી વિજેતા બન્યા હતા રવાપર ગ્રામ પંચાયતમાં કુલ 6550 પુરુષ અને 6244 સ્ત્રી મતદા ર મળી કુલ 12794 મતદારો નોધાયેલ છે જેમાંથી 71.79 ટકા મતદાન થયું હતું.

એટલે કે 9100થી વધુ મતદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો અગાઉથી ધારણા મુજબ ઉમેદવારો વચ્ચે કાટે કી ટક્કર થવાની સંભાવના વ્યકત કરવામાં આવી હતી. અંતે નીતિન ભટ્ટાસણા વિજેતા જાહેર થયા હતા.

