HomeGujaratચાઇનીઝ મોબાઈલ કંપની ઓપ્પો પર દેશ ભરમાં IT ના દરોડા, રાજકોટના પુજારા...

ચાઇનીઝ મોબાઈલ કંપની ઓપ્પો પર દેશ ભરમાં IT ના દરોડા, રાજકોટના પુજારા ટેલીકોમમાં સર્ચ ઓપરેશન


દેશમાં લેટેસ્ટ ટેકનોલોજીના એકદમ સસ્તા ભાવે મોબાઈલ પુરા પાડી દેશની અન્ય મોબાઈલ કંપનીને હફાવનાર ચાઈનિઝ કંપની ઓપો હવે દેશના ઇન્ક્મ ટેક્સ વિભાગના રડારમાં આવી જતા આજે દેશભરમાં ઓપો મોબાઈલ સાથે સંકળાયેલા અલગ અલગ ડીલરો તેમજ ઓપોની કોર્પોરેટ ઓફિસમાં એક સાથે દરોડા પાડવામાં આવી રહ્યા છે.ત્યારે સૌરાષ્ટ્ર સહીત સમ્રગ ગુજરાતના સૌથી મોટા ઓપોના ડીલર એવા પુજારા ટેલીકોમ ની રાજકોટ ઓફિસમાં પણ આઈટી વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું.આ સાથે તેના CA જે.સી.રાણપરાની ઓફિસમાં પણ ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટ ત્રાટક્યું છે.

ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા વહેલી સવારથી જ પુજારા ટેલિકોમની સાથે સાથે ગુજરાતના ખ્યાતનામ CA જે.સી.રાણપરાની રાજકોટ ઓફિસમાં આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવાના આવ્યું છે. પૂજારા ટેલિકોમના CA જે.સી.રાણપરાની ઓફિસમાં પણ અચાનક ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટની ટીમ ત્રાટકતા પૂજારા ટેલિકોમના બેનામી વ્યવહાર મળે તેવી શકયતા સેવાઈ રહી છે.

પુજારા ટેલિકોમની ગુજરાતમાં તેઓ આગવી ઓળખ ધરાવે છે. હાલ સમગ્ર ગુજરાતમાં પુજારા ટેલિકોમના 150થી વધુ મોબાઈલ સ્ટોર ઉપલબ્ધ છે. મંગળવારે રાજકોટ ખાતેની ઓફિસમાં આઇટી વિભાગના સર્ચ ઓપરેશનમાં તપાસ બાદ શું સામે આવે છે તે જોવાનું રહ્યું. હાલ ચુસ્ત પોલોસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી શરૂ છે. જ્યારે કામગીરી પૂર્ણ થયા બાદ સમગ્ર વિગતો બહાર આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. રાજકોટમાં મોબાઈલ વિક્રેતાને ત્યાં આઇટી વિભાગના દરોડાની કામગીરીને રાજકોટ પોલીસ પણ એલર્ટ જોવા મળી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW