HomeGujaratગ્રા.પં. ચૂંટણીમાં દેરાણી જેઠાણીને પાછળ છોડી ભત્રીજા વહુ વિનર

ગ્રા.પં. ચૂંટણીમાં દેરાણી જેઠાણીને પાછળ છોડી ભત્રીજા વહુ વિનર

ગુજરાતનાં તમામ કેન્દ્રો પર મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી, પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે અને રાજ્યની 8 હજારથી વધુ ગ્રામપંચાયતોના સરપંચ અને સભ્યોનું આજે ભાવિ નક્કી થવાનું છે ત્યારે મોરબીમાં અનોખો કિસ્સો સામે આવ્યો હતો. રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું ત્યારે નારણકા ગામે દેરાણી અને જેઠાણીને પછાડી ભત્રીજા વહુ વિજેતા થતાં સમગ્ર પંથકમાં કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. ઉલ્લેખનીય છે કે, નારણકા ગામે સરપંચ તરીકે ભાણીબેન ગોવિંદભાઇ બોખાણી 175 મતે વિજેતા થયાં હતાં. રાજ્યમાં 8,684 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓનું પરિણામ 21 ડિસેમ્બરે જાહેર થઈ રહ્યું છે. ત્યારે જો રાજ્યમાં સરેરાશ જો મતદાનની ટકાવારીની વાત કરવામાં આવે તો રાજ્યમાં કુલ 74.70 ટકા જેટલું સરેરાશ મતદાન થયું છે.

  જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં સરેરાશ 75.1 ટકા મતદાન છે. દક્ષિણ ગુજરાતમાં 57 ટકા મતદાન થયું છે, તો સૌરાષ્ટ્રમાં સરેરાશ 70 ટકા જયારે કચ્છમાં 73.98 ટકા મતદાન જ્યારે મધ્ય ગુજરાતમાં 58 ટકા મતદાન થયું છે. સરપંચ પદ માટે 27 હજાર 200 ઉમેદવારો અને 53 હજાર 507 સભ્ય પદ માટે 1 લાખ 19 હજાર 998 ઉમેદવારોનું ભાવી મતપેટીમાં સીલ છે.જ્યારે 1167 ગ્રામ પંચાયતો સંપૂર્ણ રીતે બિનહરીફ જાહેર કરવામાં આવી છે. નર્મદાના મચિત્રાવાડી ગ્રામ પંચાયત પદના ઉમેદવાર વાસુદેવ વસાવાની હાર થતાં પત્નીની તબિયત લથડી હતી. તેઓ મતદાન કેન્દ્રની બહાર જ અચાનક ચક્કર ખાઈને ઢળી પડતા થોડો સમય અફરાતફરી મચી હતી અને સ્થાનિક ટેકેદારો દ્વારા ઉમદવારના પત્નીને તાત્કાલિક અસરથી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, સરપંચ પદના ઉમેદવાર વાસુદેવ વસાવા માત્ર 10 મતથી હારી ગયા હતા.

જોકે ગુજરાતના અન્ય જિલ્લામાં પણ ચૂંટણી રસાકસી ભરી બની છે. આણંદ જિલ્લાના એક ગ્રામ્ય વિસ્તારમાં તો ચૂંટણી બાદ બે જૂથ વચ્ચે ધિંગાણું થયું હતું. જેના કારણે ચૂંટણી વિવાદિત બની ગઈ હતી. બીજી તરફ ઘણી ગ્રામ પંચાયત સમરસ થવાને કારણે ત્યાં કોઈ ચૂંટણી થઈ ન હતી. જોકે હવે પછી ગુજરાતમાં વિધાનસભાની ચટણીની તૈયારીઓ થઈ રહી છે. આ માટે બેઠકો પણ શરૂ થશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW