HomeGujaratમોરબી જિલ્લાની 196 ગ્રામ પંચાયતમાં સતાવાર રીતે 79.96 ટકા મતદાન

મોરબી જિલ્લાની 196 ગ્રામ પંચાયતમાં સતાવાર રીતે 79.96 ટકા મતદાન

રાજ્યની અલગ અલગ ગ્રામ પંચાયત માટે જાહેર થયેલ ચૂંટણી માટે આજે મતદાન થયું હતું.જેમાં મોરબી જિલ્લાની 196 ગ્રામ પંચાયતમાં સમાન્ય ચૂંટણી અને 1 ગ્રામ પંચાયત માં પેટા ચૂંટણી માટે કુલ 405 બુથ પર મતદાન યોજાયું હતું. આ માટે કુલ 504 સરપંચ ઉમેદવાર અને 3783 વોર્ડ સભ્યના ઉમેદવાર મેદાનમાં હતા. મોરબી જિલ્લામાં કુલ 3,46,897 મતદારો નોધાયા હતા જેમાંથી 180175પરુષ મતદાર અને 1,66,સ્ત્રી મતદાર નોંધાયા હતા.મોરબીજિલ્લા સ્થાનિક સ્વરાજ્યચૂંટણી શાખા દ્વારા જાહેર કરાયેલા છેલ્લી માહિતી મુજબ મોરબી જિલ્લામાં 196 ગ્રામ પંચાયત માં 79.96 ટકા મતદાન નોંધાયું હતું.મતદારોની મુજબ જોઇએ તો કુલ 2,72,264 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

જેમાં 145376 પુરુષ મતદાર અને 1,26,888 સ્ત્રી મતદારોએ પોતાના પસંદગીના ઉમેદવારને મત આપ્યો હતો.બીજી તરફ વાંકાનેર તાલુકામાં એક વોર્ડ સભ્ય માટે યોજાયેલ પેટા ચૂંટણીમાં 84.92 ટકા મતદાન થયું હતું. મતદારોની સંખ્યા જોઈએ તો કુલ 4011 મતદારો માંથી 1744 પુરુષ મતદાર અને 1662 સ્ત્રી મતદાર મળી કુલ 3406 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW