HomeGujaratરાજ્યની 8,684 ગ્રામ પંચાયતોમાં 74.70 ટકા જેટલું મતદાન થયું

રાજ્યની 8,684 ગ્રામ પંચાયતોમાં 74.70 ટકા જેટલું મતદાન થયું

 રાજ્યમાં 8,684 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ માટે ગઈ કાલે ચૂંટણી યોજાઈ જેનું મતદાન પૂર્ણ શાંતિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું, આ ચૂંટણીઓનું પરિણામ 21 ડિસેમ્બરે જાહેર થનાર છે. ત્યારે જો રાજ્યમાં સરેરાશ જો મતદાનની ટકાવારીની વાત કરવામાં આવે તો રાજ્યમાં કુલ 74.70 ટકા જેટલું સરેરાશ મતદાન થયું છે. જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં સરેરાશ 75.1 ટકા મતદાન છે. દક્ષિણ ગુજરાતમાં 57 ટકા મતદાન થયું છે, તો સૌરાષ્ટ્રમાં સરેરાશ 70 ટકા જયારે કચ્છમાં 73.98 ટકા મતદાન જ્યારે મધ્ય ગુજરાતમાં 58 ટકા મતદાન થયું છે. સરપંચ પદ માટે 27 હજાર 200 ઉમેદવારો અને 53 હજાર 507 સભ્ય પદ માટે 1 લાખ 19 હજાર 998 ઉમેદવારોનું ભાવી મતપેટીમાં સીલ છે.જ્યારે 1167 ગ્રામ પંચાયતો સંપૂર્ણ રીતે બિનહરીફ જાહેર કરવામાં આવી છે.

રાજ્યમાં ગ્રામપંચાયતની ચૂંટણીને લઈને મતદાન ચાલી રહ્યું હતું ત્યારે કેટલાક સ્થળોએ મારામારીની ઘટના સામે આવી હતી.વડોદરાના સાવલીના કચરિયા ગામે યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જેતપુર વીરપુરમાં મતદારને માર મારવાનો મામલો સામે આવ્યો હતો.મતદારને પોલીસ સ્ટેશનમાં માર માર્યાનો આક્ષેપ તેના પરિવારજનોએ લગાવ્યો હતો. ત્યારે SP બલરામ મીણાએ ઘટના સ્થળે પહોંચીને કોન્સ્ટેબલનું વર્તન અયોગ્ય હોવાનું કહ્યું હતુ.ડેડિયાપાડામાં ચૂંટણીમાં રાજકીય પાર્ટીના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી. સાંસદ મનસુખ વસાવાએ તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા સૂચન કર્યું હતુ.તો જૂનાગઢમાં ગ્રામપંચાયતની ચૂંટણી લોહિયાળ બની હતી.માળીયા હાટીના પિખોર ગામે મતદાનમાં મારામારીમાં બે થી ત્રણ લોકોને થઇ ઇજા થઈ હતી.ઇજાગ્રસ્તોને માળીયા સિવિલ હોસ્પિટલમાં કરાયા દાખલ કરાયા હતા.તો ભરૂચમાં ચૂંટણીની અદાવતમાં બે પક્ષ વચ્ચે મારામારીમાં 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW