HomeGujaratગત 7 વર્ષોમાં મોદી સરકારે માફ કરી 11 લાખ કરોડની લોન, આરટીઆઈથી...

ગત 7 વર્ષોમાં મોદી સરકારે માફ કરી 11 લાખ કરોડની લોન, આરટીઆઈથી ખુલાસો

મુંબઈ, સોમવાર

   કેન્દ્રની એનડીએ સરકારે ગત 7 વર્ષોમાં લગભગ 11 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે, આ આંકડો યુપીએ સરકારની સરખામણીએ 5 ગણો વધારે છે. આનો ખુલસો આરટીઆઈમાં થયો છે અને તેનાથી ક્યાંકને ક્યાંક બેંકોની કમજોર થઈ રહેલી પરિસ્થિતિ સંદર્ભે સમજી શકાય છે. કેન્દ્રની મોદી સરકારે ગત 1 એપ્રિલ, 2015થી 31 માર્ચ 2021 સુધીમાં બેંકોના 11 લાખ 19 હજાર 482 કરોડ રૂપિયા રાઈટ ઓફ કર્યા છે એટલે કે માફ કર્યા છે. તેની સાથે જ આરટીઆઈમાં એ પણ ઉજાગર થાય છે કે 2004થી 2014 સુધીમાં કેન્દ્રની યુપીએ સરકારે 2.22 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી હતી. એટલે કે મોદી સરકારમાં બેંક લોન 5 ગણી વધારે રાઈટ ઓફ થઈ છે.

   આરટીઆઈ એક્ટિવિસ્ટ પ્રફુલ શારદા કહે છે કે જે 2015થી લઈને 30 જૂન-2021ના આંકડાને આરબીઆઈએ આપ્યા છે, તેને જોતા 11 લાખ 19 હજાર કરોડની લોન રાઈટ ઓફ થઈ છે. જ્યારે રિકવરી માત્ર 1 લાખ કરોડ રૂપિયાની છે. એટલે કે 10 લાખ કરોડ રૂપિયાનો હજીપણ શૉટફોલ છે. તેમાં વિચારવાની વાત એ છે કે આરબીઆઈની ગાઈડલાઈન, પોલિસી ક્યાં છે. સૌથી વધારે ઈન્વોલ્વમેન્ટ આમા પબ્લિક સેક્ટરની બેંકોનું રહ્યું છે. જ્યાં લગભગ 8.5 લાખ કરોડની લોન રાઈટ ઓફ થઈ છે.

  આરટીઆઈથી મળેલી જાણકારી પ્રમાણે, માત્ર કોરોનાના 15 માસમાં 245456 કરોડ રૂપિયાની લોનને માફ કરવામાં આવી છે. સરકારી બેંકોએ 1,56,681 કરોડ રૂપિયાની લોન રાઈટ ઓફ કરી છે. જ્યારે ખાનગી બેંકોએ 80883 કરોડની અને ફોરેન બેંકોએ 3826 કરોડની લોન માફ કરી છે. એનબીએફસીએ પણ 1216 કરોડની લોન માફ કરી છે. જ્યારે શિડ્યુલ કોમર્સ બેંકોએ 2856 કરોડ રૂપિયાની લોન રાઈટ ઓફ કરી છે.

  આર્થિક મામલાઓના જાણકાર પંકજ જયસવાલે કહ્યુ છેકે લોન મોટાભાગે બિઝનસ કેટેગરીવાળાની એનપીએ થઈ છે. તે 100-200-500 કરોડની લોન છે. જે રિટેલ લોન છે,જેમાં વ્હિકલ અથવા હોમલોન છે, તેના તમને ઓછા આવા મામલા મળશે, કારણ કે તે સિક્યોર્ડ હોય છે. પરંતુ મોટી લોન કાયદાકીય તિકડમ અપનાવે છે અને પ્રોસેસ ઘણી લાંબી થઈ જાય છે. આરટીઆઈથી મળેલી જાણકારીમાં લગભગ તમામ મોટી બેંક સામેલ છે, જેમાં લોનની ચુકવણી નહીં કરવા પર તેને રાઈટ ઓફ કરવામાં આવે છે, અને ક્યાંકને ક્યાંક બેંકોની આર્થિક સ્થિતિને લઈને હવે સવાલ ઉઠવા લાગ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,540SubscribersSubscribe

TRENDING NOW