HomeGujaratમોરબીની પંચાસર ગ્રામ પંચાયતમાં આવતા શિવનગર ગામ પર એક પણ મત...

મોરબીની પંચાસર ગ્રામ પંચાયતમાં આવતા શિવનગર ગામ પર એક પણ મત ન પડ્યો

મોરબી જીલ્લાની 197 ગ્રામ પંચાયતમાં રવિવારે સરપંચ અને વોર્ડ સભ્ય માટેની સામાન્ય ચુંટણી યોજાઈ રહી છે. મોરબી તાલુકાના અનેક ગામમાં મતદારોની લાંબી કતારો લાગી છે તો બીજી તરફ મોરબી તાલુકાના પંચાસર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતા અને નવા વસેલા શિવનગર ગામમાં પ્રથમ બે કલાક દરમિયાન એક પણ મત પડ્યો નથી.જેના કારણે મતદાન મથક પર બેઠલા કર્મચારીઓ પણ મુજાયા હતા પંચાસર ગ્રામ પંચાયતનું કુલ મતદાન 2100થી વધુ છે. જેમાંથી શિવનગર ગામમાં કુલ 891 મતદારો નોધાયેલ છે. ગામમાં મતદારો શા માટે મતદાન નથી કરતા તેનું કોઈ ચોક્કસ કારણ સામે નથી આવ્યું પરંતુ કેટલાક ગામ લોકોના જણાવ્યા મુજબ ગામમાં આંતરિક વિવાદ થવાની સંભાવના હોવાથી આ ગામના લોકો વિવાદથી બચવા મતદાન ન કરવાનું નક્કી કર્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW