મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણી માટે રવિવારે મતદાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લાની 197 ગ્રામ પંચાયતમાં મતદાન થઇ રહ્યું છે. બપોરે 1 વાગ્યા સુધીમાં સ્થાનિક ચૂંટણી શાખાની વેબસાઈટ મુજબ 20.18 ટકા મતદાન નોંધાયું છે જોકે બિન સતાવર રીતે આ આકડો 35 ટકાને પાર થઈ ગયો છે. મોરબી તાલુકાની વાત કરીએ તો મોરબી તાલુકામાં કુલ 48 ગ્રામ પંચાયતમાં મતદાન થઈ રહ્યું છે તાલુકા કુલ 36.74 ટકા મતદાન થયું હતું. જેમાં 41.40 ટકા પુરુષ મતદારો અને 31.71 ટકા સ્ત્રી મતદારો નોંધાયા છે સંખ્યાની મુજબ જોઇએ તો 53,804 પુરુસ મતદાર માંથી 22273 અને 49,760સ્ત્રી મતદારમાંથી 15,777 મતદારોએ મતદાન કર્યું હતું.મોરબી તાલુકાનું કુલ મતદાન જોઈએ તો1,03,504મતદારમાંથી બપોરે 1 વાગ્યા સુધીમાં 38,050 મતદારો એ પોતાનો મતાધિકાર નો ઉપયોગ કર્યો હતો. મોરબી તાલુકામાં બાદનપર ગ્રામ પંચાયતમાં 61.88ટકા મતદાન થયું હતું.તો સૌથી ઓછું મતદાન પંચાસર ગ્રામ પંચાયતમાં માત્ર 21.50ટકા મતદાન નોંધાયું હતું.

