HomeGujaratરોમ ભડકે બળતું હોય ત્યારે નીરો ફીડલ વગાડે, ગૌણ સેવાનું પેપર લીક...

રોમ ભડકે બળતું હોય ત્યારે નીરો ફીડલ વગાડે, ગૌણ સેવાનું પેપર લીક થતું હોય ત્યારે અસિત વોરા હાર્મોનિયમ વગાડે

ગાંધીનગર,શુક્રવાર

   ગૌણ સેવા મંડળનું હેડ ક્લાર્કનું પેપર લીક થયા બાદ રાજ્ય સરકાર બેકફૂટ ઉપર આવી ચૂકી છે. રાજ્યભરમાં ઉમેદવારોમાં ભયંકર રોષ ફેલાયો છે તો વિપક્ષ પણ આક્રમક મૂડમાં છે ત્યારે સરકારના મંત્રીઓ ગૌણ સેવા મંડળના ચેરમેન અસિત વોરાને બચાવવાના ધમપછાડા કરી રહ્યા છે. રવિવારે પેપર લીક થયું ત્યારે મીડિયાને સમગ્ર પુરાવા અપાયા હોવા છતાં પણ અસિત વોરા એક જ રેકર્ડ વગાડતા હતા કે અમને કોઈ ઠોસ પૂરાવા મળ્યા નથી. પત્રકારોના સવાલથી અસિત વોરા સતત ભાગતા નજરે પડ્યા હતા અને તેની બોડ લેંગ્વેજ ઘણું બધું બયાન કરી જતી હતી.

  આખરે છ દિવસ બાદ સરકારે અને અસિત વોરાને સ્વીકારવું પડ્યું હતું કે, પેપર લીક થયું હતું અને સાબરકાંઠા એસપીને ઈ-મેઈલ કરવાની ફરજ પડી હતી. ગૌણ સેવા મંડળનું પેપર લીક થયું ત્યારે સોશિયલ મીડિયામાં અસિત વોરાનો હાર્મોનિયમ વગાડતો ફોટો વાયરલ થયો હતો. રોમ જ્યારે ભડકે બળતું હોય ત્યારે નીરો ફીડલ વગાડે તેેમ અસિત વોરા પેપર લીક થયું ત્યારે હાર્મોનિયમ વગાડતા હતા. પેપર લીક થવા પાછવ મંડળની કોઈ વ્યક્તિનો દોરી સંચાર વિના આ શક્ય થઈ શકે જ નહી. આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી પાંખના નેતા યુવરાજસિંહે અસિત વોરાને તપાસમાંથી દૂર રાખવા માંગણી કરી છે અને અનેક પુરાવા પોતાની પાસે છે પણ એ ગૃહ રાજ્યમંત્રીને જ આપશે તેવું પણ કહ્યું હતું. માત્ર એટલું જ નહી પણ આપ પાર્ટી દ્વારા રાજ્ય સરકારે અલ્ટિમેટમ અપાયું છે કે, ત્રણ દિવસમાં અસિત વોરાને હોદ્દા ઉપરથી હટાવવામાં આવશે નહી તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. 

   ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પ્રતિષ્ઠા ખરડાઈ ચૂકી છે અને વારંવાર પેપરલીક કાંડ બની રહ્યા છે તેમ છતાં રાજ્ય સરકાર મંડળના ચેરમેનને હટાવવાના પગલે અસિત વોરાને છાવરી રહી છે. ૮૬ હજાર પરિવારોના સાથે છેતરપિંડી થઈ છે અને લાખો ઉમેદવારો દિવસ રાત તનતોડ મહેનત કરી રહ્યા છે ત્યારે આવી રીતે પેપર લીક થતાં તેમના સપના રોળાઈ રહ્યા છે. અસિત વોરાના કાર્યકાળમાં પેપર ફૂટવાનો સિલસિલો અવિરત ચાલુ રહ્યો છે. છેલ્લા ૯ વર્ષમાં દસ પરીક્ષાના પેપર ફૂટ્યા છે. ફૂલપ્રૂફ સિસ્ટમનો અભાવ હોવાથી હોંશિયાર વિદ્યાર્થીઓને સતત અન્યાય થઈ રહ્યો છે અને ગૌણ સેવા મંડળના ચેરમેન અસિત વોરાનું પેટનું પાણી હાલતું નથી.

   યુવરાજસિંહે રાજ્ય સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, અમને અસિત વોરા ઉપર સ્હેજ પણ ભરોસો નથી. પોલીસ તપાસ ચાલતી હોય ત્યારે તેમણે તપાસ સમિતિમાં લેવામાં આવે નહી. અમારી પાસે અનેક પુરાવા છે પણ અમે અસિત વોરાને કે ગૌણ સેવા મંડળને આપીશું નહી. અસિત વોરાની શંકાસ્પદ ભૂમિકા સામે આંગળી ચીંધાઈ રહી છે પણ રાજ્ય સરકાર લાજવાના બદલે ગાજી રહી છે અને અસિત વોરાને છાવરી રહી છે. પોલીસની તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી બહાર આવશે પણ પેપર લીક થયું છે તે સત્ય હકીકત બહાર આવી છે. અહીં સવાલ એ થાય છે કે, પેપર ક્યાં પ્રિન્ટ થયું છે અને કયા સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યું છે તેની માહિતી મંડળના ચેરમેન અને સચિવને જ હોય છે તો ત્રીજી વ્યક્તિને કઈ રીતે ખબર પડી કે પેપરો ક્યાં પ્રિન્ટ થયા છે અને કયા સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવ્યા છે.

   સામાન્ય માણસને કોરી ખાતો આ પ્રશ્નનો જવાબ સરકાર પણ આપી શકી નથી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આક્રમક તેવર બતાવ્યા છે અને કસૂરવારોને બક્ષવામાં આવશે નહી તેવો સ્પષ્ટ સંદેશો આપ્યો છે પણ ગૌણ સેવા મંડળ સામે કેમ તપાસ થતી નથી તે સવાલ પેચીદો બની રહ્યો છે. અસિત વોરાની સામે આટ આટલા આક્ષેપો થઈ રહ્યા છે તેમ છતાં જીતુ વાઘાણી જેવા મંત્રી અસિત વોરાના બચાવમાં આવી રહ્યા છે અને ચેરમેનપદેથી હટાવવામાં આવશે નહી તેવું જણાવી રહ્યા છે. રાજ્યના શિક્ષિત ઉમેદવારો પેપરલીક થયા બાદ રોષે ભરાયા છે અને ચોમેર અસિત વોરા સામે ભયંકર રોષ જાેવા મળી રહ્યો છે. અસિત વોરાને ક્ષણનો વિલંબ કર્યા વિના હટાવી દેવામાં આવે તેવી માંગણી આપ પાર્ટી દ્વારા પણ કરવામાં આવી છે. રાજ્યમાં પ્રતિભાશાળી અધિકારીઓની કમી નથી અને જીપીએસસી જેવી એજન્સીઓમાં જે અધિકારીઓ નિર્વિવાદ પરીક્ષાઓ લઈ રહ્યા છે તેવા કોઈ અધિકારીને ગૌણ સેવા મંડળના ચેરમેનપદે બેસાડવામાં આવે તેવી ઉમેદવારો માગણી કરી રહ્યા છે. 

અસિત વોરા ઉપર સરકાર મહેરબાન કેમ છે
  ગૌણ સેવા મંડળના ચેરમેન અસિત વોરાની ટર્મ પૂરી થઈ ગઈ હતી અને ફરીથી તેમણે એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે. રાજ્યમાં પ્રતિભાશાળીઓની કમી હોય તેમ સરકારને અસિત વોરા ઉપર પ્રેમ ઉભરાયો છે. જાે કે, પરદા પાછળનું સત્ય એ છે કે, અસિત વોરા ભાજપ સાથે સંકળાયેલા છે અને દિલ્હી આલા કમાનની ગુડ બુકમાં છે અને તેના કારણે તેમણે ફરીથી ચેરમેનપદ આપવામાં આવ્યું છે. ભાજપે અહીંયા કૂલડીમાં ગોળ ભાગ્યો છે અને જેમનો કાર્યકાળ વિવાદોથી ભરપૂર રહ્યો હતો અને સતત પેપર ફૂટ્યા હતા તેમ છતાં પણ અસિત વોરાની મંડળના ચેરમેન તરીકે નિમણૂક કરાઈ હતી. રાજ્ય સરકાર અસિત વોરાના આક્ષેપોને પણ નકારી રહી છે અને જીતુ વાઘાણીને વ્હાલ ઉભરાય છે અને અસિત વોરાના વખાણ પણ કરે છે. એક તરફ રાજ્યમાં ઉમેદવારો અસિત વોરા ઉપર માછલા ધોઈ રહ્યા છે ત્યારે સરકાર અસિત વોરાને બચાવવા મેદાને પડી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW