HomeGujaratરાજકોટમાં 8 વર્ષની બાળકીને દુકાનમાં પુરી સગીરે આચર્યુ દુષ્કર્મ, પોલીસ તપાસ શરૂ

રાજકોટમાં 8 વર્ષની બાળકીને દુકાનમાં પુરી સગીરે આચર્યુ દુષ્કર્મ, પોલીસ તપાસ શરૂ

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી દુષકર્મના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. સુરતમાં આવા આરોપીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં એક 8 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મની ઘટના સામે આવી છે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

આ અંગેની જાણવા મળતી વિગત પ્રમાણે કુવાડવા રોડ ઉપર આવેલા નવાગામમાં રહેતી એક 8 વર્ષની બાળકી તેની ઘરની નજીકમાં આવેલી દુકાને કપડા ધોવાનો પાઉડર લેવા માટે ગઈ હતી. ત્યાં વેપારીનો સગીર પુત્રએ 8 વર્ષની બાળકીનો હાથ પકડીને દુકાનમાં લઈ જઈને તેના ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું.

તેમજ બાળકીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ધમકીથી ડરી જઈને બાળકીએ પરિવારને આ બનાવ અંગેની કોઈ જાણ કરી ન હતી. સગીરા ઘરમાં રડવા લાગતા તેની માતાએ તેને પુછતા તેણીએ સમગ્ર બનાવની વાત કહી હતી. ત્યારબાદ આ અંગેની ફરિયાદ કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સગીરની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW